Homeરાષ્ટ્રીયસિદ્ધુ મૂસેવાલા હત્યાના આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘમાસાણ શરૂ; એન્કાઉન્ટર

સિદ્ધુ મૂસેવાલા હત્યાના આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘમાસાણ શરૂ; એન્કાઉન્ટર

-

અમૃતસર : સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala) કેસના શકમંદો સાથે પંજાબ પોલીસનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં ત્રણ શૂટર્સ ફરાર હતા, જેમાંથી બે શૂટર્સ જગરૂપ રૂપા અને મનપ્રીત સાથે પંજાબ પોલીસનું અમૃતસરમાં અટારી બોર્ડર પાસે એન્કાઉન્ટર (Encounter) ચાલી રહ્યું છે. મનપ્રીત એકમાત્ર શૂટર છે જેણે મૂઝવાલા પર AK47 થી પહેલી ગોળી ચલાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે આદેશ આપ્યો હતો કે મનપ્રીત મૂસેવાલા પર પહેલી ગોળી ચલાવશે.

  • સિંધુ મુસેવાલા હત્યા કેસમાં મુખ્ય શૂટર જગરૂપ સિંહ રૂપા પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.
  • ત્રણ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ.
  • એન્કાઉન્ટર સ્થળ પર કુલ સાત લોકો હાજર હોવાનું કહેવાય છે.
  • લગભગ 4 કલાકથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

હકિકત એવી હતી કે, જ્યારે મનપ્રીત પંજાબની જેલમાં બંધ હતો ત્યારે પટિયાલા ગેંગના સભ્યોએ તેને જેલમાં તેના જૂતા અને ચપ્પલ વડે માર માર્યો હતો અને તે વીડિયો વાયરલ કર્યો હતો. આ કારણે પટિયાલા ગેંગને પાઠ ભણાવવા અને બદલો લેવા મનપ્રીતે ગોલ્ડી બ્રાર પાસે પ્રથમ ગોળી ચલાવવાની વિનંતી કરી હતી અને તે પહેલી ગોળી મનપ્રીતે ચલાવી હતી. આ બે સિવાય ત્રીજો દીપક મુંડી ફરાર છે.

મહત્વની વાત છે કે મૂઝવાલા કેસમાં એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કર્યા બાદ તેના હુમલાખોરો ઉજવણી કરતા જોઈ શકાય છે. આ વીડિયો એક શૂટર પાસેથી મળી આવ્યો છે, જેમાં કારમાં પાંચ લોકો જોઈ શકાય છે. જેમાં દરેકના ચહેરા પર ખુશી દેખાઈ રહી છે અને કેમેરાની સામે તેમની બંદૂકો લહેરાવી રહ્યાં છે. વીડિયોમાં, વાદળી ટી-શર્ટમાં કારની આગળની સીટ પર બેઠેલા શૂટરનું નામ પ્રિયવ્રત ફૌજી છે, જ્યારે પાછળની સીટ પર બેઠેલા વ્યક્તિ અંકિત છે.

હત્યામાં સામેલ સૌથી નાના શૂટર અંકિત સિરસાના ફોનને સ્કેન કર્યા બાદ આ વીડિયો સામે આવ્યો છે. આ મામલામાં અંકિત અને સચિનની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત દોષિત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનો સભ્ય છે.

Encounter Sidhu moose wala Case

Must Read