Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે.
આજે બંનેએ મીડિયાને સંબોધન કરીને ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, “IB ના રિપોર્ટ પ્રમાણે જો આજે ચૂંટણી થાય તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને”. તેમજ ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગઈ છે અને ભાજપે મત ડિવાઈડ કરવા માટે કોંગ્રેસને જવાબદારી સોંપી હોવાના આક્ષેપ કર્યા હતા.
AAP આમ આદમી પાર્ટી ગુજરાત
કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે, “IBના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી જીત હાંસલ કરી રહી છે. તેમજ ભાજપ અને કોંગ્રેસ એક થઈને સિક્રેટ મિટિંગ કરી રહી છે. બંને પાર્ટી આમ આદમી પાર્ટીને એક જ ભાષામાં ગાળો આપે છે. ભાજપ કોંગ્રેસને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે અને મતો ડિવાઈડ કરવા ભાજપે કોંગ્રેસને જવાબદારી સોંપી છે.
વધુ વાંચો: મિત્રની પત્ની સાથે પ્રેમસંબંધ રાખવાની ના પાડતા પતિએ પરણિતાએ ઢોર માર માર્યો
વધુ વાંચો: દિપડો પકડવા ગયેલી પોલીસ અને વનકર્મીઓની જાંબાઝીનો વિડિયો વાયરલ: Viral Video
ગુજરાતના લોકો હવે બદલાવ ઈચ્છે છે”. તાજેતરમાં કેજરીવાલ જે રિક્ષાવાળાને ઘરે જમવા ગયા હતા તે રિક્ષાવાળો વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના ખેસ અને ટોપી સાથે જોવા મળ્યો હતો. આ અંગે કેજરીવાલે જણાવ્યું હતું કે, “ભાજપ અને કોંગ્રેસના લોકો મને જમવા બોલાવે છે પણ તેમના નેતાને બોલાવતા નથી.
ગુજરાતના લોકોએ મને અત્યાર સુધીમાં અનેક ફરિયાદ કરી છે કે, ગુજરાતમાં ગાય સાથે દૂર્વ્યવહાર થાય છે. ગુજરાતમાં આપની સરકાર બનશે તો પ્રતિ ગાય 40 રૂપિયા આપીશ અને દરેક જિલ્લામાં પાંજરાપોળ બનાવીશું”.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, “અમે પંજાબમાં એક ગાય રક્ષા કમિશન બનાવ્યું છે. પહેલા ગૌશાળા પાસેથી ટેકસ લેવામાં આવતો હતો અને ગાયના પૈસા ભ્રષ્ટાચારમાં ઉપયોગમાં લેવામાં આવતા હતા. પરંતુ અમારી સરકાર આવતા દરેક ગૌશાળાને કહી દીધું છે કે, તમને જે જોઈએ તે અમે આપીશું.
ગૌશાળામાં ઘાસચારો બહુ જ આવી રહ્યો છે. લોકો પોતાની આવકનો 10મો ભાગ ગૌશાળામાં વાપરતા થઈ ગયા છે. ગુજરાતમાં રોડ-રસ્તાની હાલત બહુ જ ખરાબ છે.
પંજાબમાં અમારી સરકાર નહોતી ત્યારે મને ખબર પડી કે અહીં તો પોલીસ પણ કોન્ટ્રાક્ટ પર છે પણ હવે અમે તેમને કાયમી કરીશું. કારણ કે પહેલા આઉટ સોર્સવાળા વચ્ચે રૂપિયા ખાઇ જતા હતા. ગુજરાતમાં હાલ જે માહોલ છે તેવો જ માહોલ ચૂંટણી પહેલા પંજાબમાં હતો”.