Homeબિઝનેસશાઓમીની રૂ. 5 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી, ફેમાના નિયમનું ઉલ્લંઘન...

શાઓમીની રૂ. 5 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી, ફેમાના નિયમનું ઉલ્લંઘન કર્યા હોવાના અહેવાલ

-

Business and Finance News: શાઓમીની રૂ. 5.551.000 કરોડની સંપત્તિ ED દ્વારા જપ્ત કરવામાં આવી. Xiaomi શાઓમી ટેક્નોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પર આજે ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ફેમા હેઠળ કાર્યવાહી કરી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED) દ્વારા શાઓમી ઈન્ડીયાની રૂપિયા 5,551.27 કરોડ રકમ જપ્ત કરવામાં આવી છે. ચીન સ્થિત શાઓમી ગ્રુપની શાઓમી ઈન્ડિયા કંપની ભારતમાં કાર્યરત છે અને તેમની પેટાકંપની તરીકે કાર્ય કરે છે. ED દ્વારા ફેબ્રુઆરી માસમાં કંપની દ્વારા થયેલા ગેરકાયદેસર વ્યવહારોના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

શાઓમી એ ભારત India માં વર્ષ 2017માં તેની કામગીરી શરૂ કરી હતી. વર્ષ 2015થી તેને પૈસા મોકલવાની શરૂઆત કરી હતી. અહેવાલો મુજબ કંપનીએ રોયલ્ટીના નામે શાઓમી ગ્રુપની એક કંપની સહિત અન્ય ત્રણ વિદેશની કંપનીઓને રૂપિયા 5,551.27 કરોડના ભારતીય ચલણ સમકક્ષ વિદેશી ચલણ મોકલ્યું હતું. રોયલ્ટીના નામે આટલી મોટી રકમ ચીની મૂળના ગ્રુપની સંસ્થાઓના આદેશથી મોકલવામાં આવી હતી. તેમજ અમેરિકાની પણ 2 કંપનીઓને રકમ મોકલવામાં આવી છે જે તેની સાથે સંબંધિત નથી. શાઓમી ગ્રુપને કંપનીઓના ગ્રુપને આ લાભ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતમા શાઓમી MI બ્રાન્ડના ફોન વેચે છે. શાઓમી ઈન્ડિયાએ ત્રણ વિદેશની કંપનીઓને પૈસા મોકલ્યા હતા તેની પાસેથી કોઈ સેવા લીધી ન હતી. આમ કાગળ પર લેવડ-દેવડ બતાવી નાણાની હેરફેર કરી હોવાનો આક્ષેપ છે. અધિકારીઓએ ફેમાની કલમના ઉલ્લંઘનનો હવાલો આપી કાર્યવાહી કરી છે.

Must Read