Homeગુજરાતધૂમ સ્ટાઈલ બાઈકર્સ ગેંગનો આતંક ડામવા ખુદ Dysp એ યોજી ડ્રાઈવ :...

ધૂમ સ્ટાઈલ બાઈકર્સ ગેંગનો આતંક ડામવા ખુદ Dysp એ યોજી ડ્રાઈવ : મોડાસા

-

Modasa : અરવલ્લીના મોડાસામાં ઘણા સમયથી બાઈકર્સ ગેંગનો(Bikers Gang) આતંક હોવની રાજ પ્રજાજનોમા જોવા મળતી હતી. બાઈકર્સ ગેંગ શહેરના માર્ગો પર ઘોંઘાટ કરતા બાઈક સાથે અંદરો અંદર રેસ લગાવતા હતા. જેના લીધે શહેરીજનોના જીવ જોખમમાં મુકાઈ રહ્યાં હતા. આ બાબતની જાણ જિલ્લા પોલીસ નાયબ અધિકારી ભરત બસિયાને થતા ખુદ ડ્રાઈવ બે દિવસથી ડ્રાઈવ ચલાવી રહ્યાં હતા. જે ડ્રાઈવ અંતર્ગત પોલીસે 7 જેટલા બાઈકને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરી પાઠ ભણાવવાની શરૂઆત કરી છે.

મોડાસા શહેરમાં નાગરિકોના જીવને જોખમાય તે રીતે બાઈકર્સ ગેંગ બાઈકો લઈ નિકળી પડતી હતી. બાઈકર્સ ગેંગના ઘોંઘાટીયા મોટરસાયકલ અને ભયાવહ માહોલને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ બાબતની જાણકારી જિલ્લા પોલીસ નાયબ અધિકારી ભરત બસિયાને થતા તેમને ખુદે ડ્રાઈવ ચલાવી બાઈકર્સ ગેંગને પાઠ ભણાવવાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત ધૂમસ્ટાઈલ બાઈકર્સ ગેંગને નાથવાની કાર્યવાહી કરતા 7 બાઈક ડિટેઈન કરી કાયદેસર પગલા લેવાયા હતા.

બાઈકર્સ ગેંગને પાઠ ભણાવવા ખુદ નાયબ પોલીસ અધિકારીએ ગ્રાઉન્ડ પર કાર્યવાહી હાથ ધરતા લોકોમાં રાહતનો અનૂભવ જોવા મળે છે. ખુદ અધિકારીએ ડ્રાઈવ યોજના સ્થાનિક પોલીસના અન્ય વિભાગે પણ શખ્ત પગલા લેવાની શરૂઆત કરી છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...