Dwarka News Update : દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka)જિલ્લાના બેટ દ્વારકામાં દબાણ હટાવવાની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. બેટ પર ગેરકાયદેસર ઉભા થયેલા બાંધકામને દુર કરવા માટે કાર્યવાહી પહેલા પોલીસે મોટી સંખ્યામાં બોટ મારફતે પોલીસ કાફલો મોકલી દીધો છે. ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે, પીએફઆઈ સાથે કનેક્શન (PFI Connection) ધરાવતા સ્થળ પર પણ કાર્યવાહી થઈ શકે તેમ છે.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ પીએફઆઈ સંગઠન તેમજ તેની સાથે સંકળાયેલી 7 સંસ્થા પર પ્રતિબંધ લાદી દીધો છે. બીજી તરફ સરકારી એજન્સીઓ પીએફઆઈના ગુજરાત કનેક્શનની તપાસ કરી રહી છે. આ મામલે હુજ ખાસ કહેવાય તેવી કાર્યવાહી નથી થઈ. પરંતુ હાલ બેટ દ્વારકા (Bet Dwarka)માં મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે દબાણ દુર કરવાનું ઓપરેશન હાથ ધરવામાં આવતા સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
વિડીયો- આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર ઝડપાઈ
સરકારી જમીન પણ દબાણ હટાવવા કાર્યવાહી પહેલા મોટી સંખ્યામાં પોલીસ કાફલો બોટ મારફતે બેટ દ્વારકા મોકલી દેવાયો છે. ત્યારે પોલીસના જવાનો ભરેલી બોટને જોઈ સ્થાનિકોમાં ચર્ચાઓ સાથે ઉત્તેજના જોવા મળી હતી.
ગુજરાતી ન્યૂઝ વેબસાઈટના એક અહેવાલ મારફતે માહિતી મળી રહી છે કે, આ કાર્યવાહી પીએફઆઈ સાથે કનેક્શન ધરાવતા સ્થળ પર કરવામાં આવી શકે છે. માટે પોલીસનો મોટો કાફલો સ્થળ પર રવાના કરવામાં આવ્યો છે.
Viral Video : હરણની છલાંગ જોઇને તમે પણ ચોકી જશો