HomeગુજરાતVideo- દ્વારકામાં આખલાનું દંગલ; ભક્તોના ટોળામાં ઘુસી તરખાટ મચાવતા આખલા

Video- દ્વારકામાં આખલાનું દંગલ; ભક્તોના ટોળામાં ઘુસી તરખાટ મચાવતા આખલા

-

દ્વારકા : રાજ્યમાં રખડતા ઢોરને કારણે થતા અકસ્માત અને અકસ્માતમાં ગંભીર ઈજાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર માર્ગો પર રખડતા ઢોર મામલે નક્કર પગલાનો અભાવ જોવા મળે છે. ત્યારે ફરી દ્વારકાના જગતમંદિર પર આવતા શ્રધ્ધાળુઓ રખડતા આખલાથી બચવા નાસભાગ કરતા જોવા મળ્યા હતા.

દ્વારકાના જગતમંદિર નજીક બે આખલા બાખડી પડતા રસ્તા પર આખલાનું દંગલ સર્જાયુ હતું. દરમિયાન ભગવાન દ્વારકાધિશની ધ્વજા ચઢાવવા માટે આવેલા ભક્તોના મહેરાણ વચ્ચે આ દંગલ પહોંચતા લોકોના શ્વાસ અધ્ધર ચઢી ગયા હતા. હાલ આ ઘચનાનો વિડીયો સોશિયલ મીડિયા મારફતે સામે આવતા ઘટના પ્રકાશમાં આવી છે.

Video: જેતપુરના રસ્તા પર આખલા યુધ્ધ; તંત્ર નિર્દોષ નાગરિક ભગો બને ત્યારે જાગશે ?

ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે હજારો શ્રધ્ધાળુ દ્વારકા આવે છે. ત્યારે તંત્ર દ્વારા રખડતા ઢોર કાબુમાં લેવાની નક્કર કાર્યવાહી નહીં થવાથી ગાય અને આખલા જેવા પશુ રસ્તા પર જોવા મળતા હોય છે. ત્યારે કેટલીક વખત પશુઓની લડાઈમાં અથવા ભડકેલા પશુ માણસોને હડફેટ પણ લેતા હોય છે. આ સ્થિતીમાં ગંભીર ઈજા થવાની ભીતી સતત સેવાતી રહે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઘટના રબારી સમાજ દ્વારા ભગવાન દ્વારકાધીશના મંદિર જગતમંદિર પર ધ્વજાજી ચઢાવવાનો પ્રસંગ હતો તે દરમિયાન થઈ હતી. ધ્વજા ચઢાવવા જઈ રહેલા માનવ મહેરામણ વચ્ચે બે આખલા લડાઈ કરતા-કરતા ઘુસ્યા અને ભક્તોના રંગમાં ભંગ પાડ્યો હતો. સદનસિબે આ ઘટનામાં કોઈ અનિચ્છનિય બનાવ નથી બન્યો.

પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોર મામલે જો આવું જ રેઢીયાળ ખાતું રાખવામાં આવશે તો ક્યારેક અનિચ્છનિય ઘટના બની પણ શકે તેમ છે તેવી ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે.

Must Read