જામનગર સમાચાર : તાજેતરમાં જામનગર (Jamnagar) જિલ્લાના હરિપર ગામ ખાતે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. આ ફેક્ટરી દૂધ બનાવવા માટે ડાલડા ધી, પાવડર તેમજ પાણીનું મિશ્રણ કરવામાં આવતું હતું. આ ફેકટરી પર પોલીસ ફૂડ વિભાગને સાથે રાખી દરોડો કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે 800 લીટર નકલી દૂધ (Duplicate Milk) પકડી પાડ્યું હતું. ઉપરાંત પોલીસ સ્થળ પરથી 42 નંગર વનસ્પતિ ઘી ડબ્બા, પાવડર 14 કટ્ટા તેમજ કેટલીક મશીનરી કબ્જે કરી હતી.
હાલ પોલીસ આ મામલે ઉંડી તપાસ કરી રહી છે કે, દૂધ ક્યાં અને કેટલા વિસ્તારમાં સપ્લાઈ કરવામાં આવતું હતું અને કેટલા સમયથી કારસ્તાન ચાલી રહ્યું હતું. પરંતુ પ્રાથમિક વિગતો મુજબ આ નકલી દૂધની મીની ફેક્ટરી છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી તેમજ હજારો લીટર નકલી દૂધનો કારોબાર થયો છે.
વધુ વાંચો- રાજકોટમાં પશુને આપવામાં આવતા પ્રતિબંધિત ઈન્જેક્શન અને દવાનો જથ્થો પકડાયો

જામનગર એસઓજી (Jamnagar SOG) એ હરીપર મેવાસા ગામેથી ઝડપી લીધેલી ડુપ્લીકેટ દૂધ બનાવવાની ફેકટરી અંગે વધુ તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે આ ફેકટરીમાં બનતું હજારો લીટર દૂધ પૈકીનું મોટાભાગનું દૂધ રાજકોટ મોકલવામાં આવતું હતું.