Homeગુજરાતજૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળતા ડો.એન.કે.ગોંટીયા | Junagadh News

જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળતા ડો.એન.કે.ગોંટીયા | Junagadh News

-

એન્જીનિયરિંગ વિભાગમાં ખેડૂત ઉપયોગી સાધનો બનાવી ખેતી ખર્ચ ધટાડવામાં મહત્વની ભૂમિકા રહી છે –

ખેડૂતો-વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ-સંશોધન કાર્યમાં ૩૮ વર્ષથી પ્રશંસનીય કામગીરી બજાવે છે

જૂનાગઢ,તા.૭ જૂનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ તરીકેનો ચાર્જ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના પ્રિન્સીપાલ અને ડીન ડો. નરેન્દ્રકુમાર ગોંટીયાએ સંભાળ્યો છે. છેલ્લા ૩૮ વર્ષથી ગુજરાતમાં જુદા જુદા પદ પર કામ કરી ખેડૂતો અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ અને સંશોધન કાર્ય કરેલ છે. નવા-નવા સંશોધનમાં રસ લઇ યુનિવર્સીટીને ઉચા આયામ ઉપર લઇ જવામાં તેમની મહત્વની ભૂમિકા છે. તેમણે એન્જીનરિંગ વિભાગમાં ખેડૂત ઉપયોગી સાધનો બનાવી ખેતી ખર્ચ ઘટાડવામાં ભૂમિકા ભજવી છે.  


તેમની શૈક્ષણિક લાયકાત બી.ટેક.(એગ્રી. એન્જી), જે.એન.કે.વી.વી., જબલપુર એમ.ટેક.એગ્રી. એન્જી(એસડબલ્યુસીઇ), આઇ.આઇ.ટી., ખડગપુર પીએચ.ડી.એગ્રી. એન્જી(એસડબલ્યુસીઇ), આઇ. આઇ. ટી., ખડગપુર, પીએચ.ડીમાં રાષ્ટ્રીય સ્તરના પીજી સંશોધન(૨૦૦૭) માટે આઇ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા જવાહરલાલ નેહરૂ એવોર્ડ તેમજ અન્ય ૯ રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ મળેલ છે. 

તેઓ છેલ્લા ૩૮ વર્ષથી ગુજરાતમાં જુદા જુદા પદ પર કામ કરી જેવા કે, સોઇલ કન્ઝર્વેશન ઓફિસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર, પ્રોફેસર અને હેડ ૪ વર્ષ અને છેલ્લા ૯ વર્ષથી ડીનની જગ્યા પર, ખેડૂતો અને વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણ અને સંશોધન કાર્ય કરેલ છે. કૃષિ ઇજનેરી મહાવિદ્યાલયના ડીન તરીકે કાર્ય કરી શિક્ષણના ધારા ધોરણોનો વિકાસ કરી કોલેજને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધાત્મક બનાવવામાં મદદરૂપ થયેલ છે.

તેમણે ૧૧ સંશોધન યોજનાઓમાં પીઆઇ/કો-પીઆઇ તરીકેની કામગીરી કરેલ છે. આ યોજનાઓના સંશોધનના પરિણામોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અને સિધ્ધી આપવામાં સિંહ ફાળો આપેલ છે.

તેમણે આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તર પર કુલ ૧૧૮ સંશોધન પત્રો – પુસ્તકો, લોકપ્રિય લેખો, ખેડૂત અને વૈજ્ઞાનિક ભલામણો અને માર્યદર્શિકાઓ લખી અને પ્રસ્તુત કરેલ છે. અન્ય સિધ્ધીઓમાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખેતીમાં પાણીનું પ્રબંધન, યાંત્રિકકરણ, ખાદ્ય પદાર્થોની પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનમાં સઘન સહકારથી સૌરાષ્ટ્રમાં ચાર ગ્રામિણ એગ્રો પ્રોસેસિંગ સેન્ટરો શરૂ કરાવ્યા.

ભૂગર્ભજળ રિચાર્જની પ્રશંસનીય કામગીરી કરેલ છે. સિંચાઇમાં માઇક્રો સિંચાઇના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ખેતીમાં રીમોટ સેન્સિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટીક્સ, ડ્રોન્સ એ સેન્સર્સ સહિતના ઉપયોગ માટે કોલેજમાં વિશ્વ સ્તરની લેબોરેટરી બનાવી માળખાકીય વિકાસ કર્યો. ઉપરોક્ત પ્રશંસનીય યોગદાન બદલ કુલ ૧૦ રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયેલ છે. 

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...