34,000 બાળકોની નિશુલ્ક સર્જરી કરીને ચહેરા પર સ્મિત ફેલાવી ચૂક્યા છે આ ડોક્ટર, અભ્યાસ માટે આવું કામ પણ કર્યુ – Dr has spreada smile on the face of 34000 children

આપણે દેશમાં એવા ઘણા લોકો જોઈએ છીએ જેઓ મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે અને ઘણા લોકોને મફત સારવાર આપીને નવું જીવન આપે છે. આપણે એવી ઘણી સંસ્થાઓ અને હોસ્પિટલો વિશે સાંભળ્યું જ હશે જે એક પણ રૂપિયો લીધા વિના લોકોની મફત સારવાર કરે છે. ત્યારે આજે આપણે એવા જ એક કિસ્સા વિશે વાત કરીશું.

અમે જે ડોક્ટર વિશે વાત કરી રહ્યા છીએ તેમણે અત્યાર સુધી 34,000 હજાર સર્જરી કરીને નવજીવન આપ્યું છે, ભગવાનનું બીજું સ્વરૂપ આ ડોક્ટરનું નામ છે સુબોધ કુમાર સિંહ. જેમણે માનવતાનું મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. આ ડોક્ટરે નાનપણથી જ ડોક્ટર બનવાનું સપનું જોયું હતું અને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ તેમણે ડોક્ટર બનવાનું સપનું પૂરું કર્યું.
ડોક્ટર સુબોધે અભ્યાસ ચાલુ રાખીને તેમના પરિવારના સભ્યોને ટેકો આપવાનું નક્કી કર્યું અને કપડા ધોવાના સાબુ પણ વેચ્યા. એટલા માટે જ હવે ડોક્ટર બનીને તે એવા લોકોની પ્લાસ્ટિક સર્જરી કરાવતા હતા જેમના હાથ, પગ કે મોં તૂટી ગયા હતા. 2002 માં તબીબ સુબોધ કુમારે લોકોની મફત સારવાર કરવાનું શરૂ કર્યું અને તેમના પિતાની યાદમાં આ કામ કરવા લાગ્યા. ડોક્ટર સુબોધે 2003-2004માં નાના બાળકોની સર્જરી પણ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં આ ડોક્ટરે મોટી સંખ્યામાં લોકોની સર્જરી કરીને તે લોકોને નવું જીવન આપ્યું છે.
મફતમાં 34,000 સર્જરી કરીને સ્મિત ફેલાવ્યું – Dr has spreada smile on the face of 34000 children
ડોક્ટર સુબોધ સુબોધ હોઠ અને તાળવાની સર્જરી કરે છે. સ્માઈલ ટ્રેન ઈન્ડિયા સંસ્થામાં જોડાઈને તબીબ સુબોધે અત્યાર સુધીમાં 34,000 મફત હોંઠ-તાળવાની સર્જરી કરીને 25,000 પરિવારોના જીવનમાં સ્મિત પાછું લાવ્યું છે. ઘણા બાળકોમાં જન્મ સમયે ફાટેલા તાળવાની સમસ્યા જોવા મળે છે. તે આનુવંશિક પણ હોય શકે છે. આ સમસ્યામાં બાળકને બોલવામાં અને ખાવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડોક્ટર સુબોધની ગરીબો માટેની સેવાએ તેમને વ્યાપક ઓળખ આપી. 2009માં તેમને એકેડમી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

ભગવાને મને વ્યવસાય માટે નહિ સમાજ સેવા માટે બનાવ્યો છે
સુબોધ કહે છે કે સમયસર સારવારના અભાવે ફેબ્રુઆરી 1979માં જ તેના માથા પરથી પિતાનો છાંયડો હટી ગયો હતો. તે કહે છે કે જ્યારે પણ કોઈ બાળક મારી પાસે સારવાર માટે આવે છે, ત્યારે હું તેનામાં 13 વર્ષનો સુબોધ જોઉં છું.

સુબોધ કહે છે કે મને લાગે છે કે ભગવાને મને પ્લાસ્ટીક સર્જન બનાવ્યો છે જેથી કરીને લોકોની સેવા કરી શકાય, બિઝનેસ કરવા માટે નહીં.
વધુ વાંચો – ત્રણ અનાથ બાળકો જેઓ પોતાની કમનસીબી સામે જંગ લડી અધિકારી બન્યા