Homeમનોરંજનબિલ્ડીંગમાં આગ લાગતા કૂતરાએ ભસીને માણસોને ચેતવણી આપી, અનેક જીવ બચી ગયા

બિલ્ડીંગમાં આગ લાગતા કૂતરાએ ભસીને માણસોને ચેતવણી આપી, અનેક જીવ બચી ગયા

-

એક બિલ્ડીંગમાં આગ લાગી તો કૂતરાએ ભસીને માણસોને ચેતવણી આપી, અનેક જીવ બચી ગયા – Dog Saves 150 People in Bengaluru Apartment Fire

બેંગ્લોરમાં બુધવારે એક મોટી દુર્ઘટના ટળી હતી – Dog Saves 150 People in Bengaluru Apartment Fire

બેંગલુરુના ઈલેક્ટ્રોનિક સિટીમાં એક ઈમારતમાં આગ લાગી હતી. એક પાલતુ કૂતરો અપ્પૂ સમજી ગયો કે કંઈક દુર્ઘટના સર્જાવવાની છે, ત્યારે તે ભસવા લાગ્યો અને તેના માલકિનને ચેતવણી આપી હતી. કૂતરૂ ભસવાથી તેની માલકિન અને આસપાસના લોકોનો જીવ બચી ગયો હતો.

Dog Saves 150 People in Bengaluru Apartment Fire
Dog Saves 150 People in Bengaluru Apartment Fire | image credit : inf.news

માહિતી મુજબ, વસુંધરા લેઆઉટ સ્થિત VMAKS ચારલેટના ફ્લેટ નંબર 119માંથી ધુમાડો નીકળી રહ્યો હતો. રહેણાંક વિસ્તારના રહેવાસીના જણાવ્યા મુજબ, “અમે આગ ફેલાતી જોઈ અને આસપાસના લોકોને ચેતવણી આપી હતી. અમે બધા બિલ્ડિંગની બહાર નીકળી ભાગી ગયા હતાં.”

Dog Saves 150 People in Bengaluru Apartment Fire
Dog Saves 150 People in Bengaluru Apartment Fire | image credit : inf.news

બિલ્ડીંગની પાછળ રહેતા ચિન્નાસ્વામીએ જોયું કે લગભગ 3 વાગ્યાની આસપાસ બધા લોકો બહાર દોડી રહ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી હતી. બે યુવકો તે બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તેઓએ ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગનું કહેવું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.

Dog Saves 150 People in Bengaluru Apartment Fire
Dog Saves 150 People in Bengaluru Apartment Fire | image credit : indiatimes.com

આગ કાબુમાં આવ્યા બાદ ફ્લેટ નંબર 119માં રાખેલ ફર્નિચર આગમાં બળીને ખાખ થયું હોવાનું જોવા મળ્યું હતું. ફ્લેટમાં એક વરિષ્ઠ મહિલા રહેતી હતી, જેને બચાવી લેવામાં આવી હતી. આગ બાકીના 180 ફ્લેટમાં ફેલાઈ શકી હોત પરંતુ વફાદાર અપ્પૂ નામના કૂતરાની બુદ્ધિને કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી.

Dog Saves 150 People in Bengaluru Apartment Fire
Dog Saves 150 People in Bengaluru Apartment Fire | image credit : indiatimes.com

વધુ વાંચો – નોકરીની ફરજ અને માતાનું કર્તવ્ય એકસાથે બજાવે છે આ બહાદુર મહિલા અધિકારી

Must Read