Homeગુજરાતદીવના સ્થાનિકો તેમજ પર્યટકોની સુરક્ષા માટે દીવ પોલીસ ખડે પગે. | Diu...

દીવના સ્થાનિકો તેમજ પર્યટકોની સુરક્ષા માટે દીવ પોલીસ ખડે પગે. | Diu Gujarati News Satyamanthan |

-

ભાવના શાહ,દીવ – પર્યટકોનો ધસારો વધતા દીવ પોલીસ વિભાગની કામગીરી વધી. દીવ ટ્રાફિક પોલીસના ડ્યુટીના કલાકો વધારવામાં આવ્યા.

દીવ જિલ્લા પોલીસ અધિક્ષક અનુજ કુમાર ના  માર્ગદર્શન હેઠળ દીવમાં છેલ્લા થોડા સમયથી  વધતા જતા અકસ્માતોને લઈને ટ્રાફિક વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસની ડ્યુટી નો સમય પણ વધારી દેવામાં આવ્યો છે.

દીવ એક પર્યટક સ્થળ હોવાને કારણે મોટા ભાગે પર્યટકોથી હર્યુંભર્યું રહે છે.  અહીંની સુંદરતા, સ્વચ્છતા અને  નયનરમ્યતા  લોકોને અહીં આવવા માટે વધુ આકર્ષકતી હોય છે. હાલ  કોરોનાની અસર ઓછી થતા છેલ્લા થોડા મહિનાઓથી દીવમાં પર્યટકોનો ધસારો વધ્યો છે. સાથે સાથે દીવ પોલીસ વિભાગની જવાબદારી પણ વધી છે. ખાસ કરીને  પીવાના શોખીન અહીં વધારે આવતા હોય છે.અને મોટાભાગે ડ્રિન્ક  એન્ડ  ડ્રાઈવ  ના કેસો વધારે જોવા મળે છે. જેને કારણે છેલ્લા થોડા સમયમાં અકસ્માતોની સંખ્યા પણ પહેલાં કરતાં વધી છે.

આવા અકસ્માતોમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. માટે  દિવ જિલ્લા  પોલીસ   અધિક્ષક અનુજ કુમાર ના માર્ગદર્શન હેઠળ આ  બાબતે સખતાઈ  નુ  વલણ અપનાવવામાં આવી રહ્યું છે. અને તે જરૂરી પણ છે. સ્થાનિકો તેમજ પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ કરીને બંને ચેકપોસ્ટ  તેમજ દિવ બસ સ્ટેન્ડ સર્કલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો સખત પણે પાલન કરાવવામાં આવી રહ્યું છે અને જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન  કરતા  જણાય તો તેને દંડ  ફટકારવામાં આવે છે.

ફરજ પરના કર્મીઓનો ડ્યુટી નો સમય પણ રાત્રિના 10 વાગ્યા  સુધીનો કરી દેવામાં આવ્યો છે.    મોટાભાગે ચેકિંગ દરમિયાન  ડ્રિન્ક  એન્ડ  ડ્રાઈવ  ના કેસો  વધારે જોવા  મળતા હોય છે. આ ઉપરાંત હેલ્મેટ, સીટ બેલ્ટ, ફોરવીલ માં કાળા  કાચ જેવા કે  કેસ વધારે  પ્રમાણમાં જોવા મળે છે. જેના માટે દીવ ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસુલ કરવામાં આવે છે.આ સાથે તેઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે  સમજાવી ને લોકો મા  જાગૃતતા લાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

નોંધનીય બાબત એ છે કે આપણી સુરક્ષા એ આપણી જવાબદારી છે એવું સમજી અને જો આપણે સંપૂર્ણપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો મોટાભાગના અકસ્માતોથી બચી શકાય છે.|||

Must Read