HomeગુજરાતDiu News | સીએચસી ખાતે બાળકો માટેની પી.સી.વી રસી નુ દિવ કલેકટરના...

Diu News | સીએચસી ખાતે બાળકો માટેની પી.સી.વી રસી નુ દિવ કલેકટરના હસ્તે અનાવરણ

-

પ્રશાસન દાદરા નગર હવેલી અને દમણ અને દિવ દ્વારા સી એચ સી ઘોઘલા ખાતે જીલ્લા કલેકટરની મુલાકાત.

ભાવના શાહ-દીવ (Diu news), તા. 13 ઓક્ટોબર ના રોજ “ન્યુમોકોકલ ચેપની (PCV) રસી” ને માનનીય દીવ જીલ્લાના કલેકટર(collector), સલોની રાય(Saloni rai)  ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દીવ દ્રારા, અનાવરણ (લોન્ચ) કરવામાં આવી.

ન્યુમોકોકલની (PCV) ની રસીને આસાથે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ઉમેરવામાં આવિ અને સર્વ નવજાત બાળકોને ૧.૫ મહિના, ૩.૫મહિના, ૯ મહિને નિશુલ્ક આપવામાં આવશે.  ન્યુમોકોકલ બીમારી એટ્લે બાળકોમાં સામાન્ય રીતે શ્વાસ ની બિમારી અને મગજ માં તાવ સ્વરૂપે જોવા મળે છે, જે બાળકોના વિકાસ અને વૃદ્ધિ માં આવરોધ રૂપ થાય છે, તેમજ આ બીમારી બાળકો માં ગંભીર સ્વરૂપ ધારણ કરે તો બાળક નું મૃત્યુ પણ થઈ શકે છે. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ ન્યુમોકોકલની (PCV) ની રસી દ્વારા બાળકો ને વધુ એક બીમારીથી રક્ષિત કરી શકાશે.ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી, ડૉ. જિલાની ના જણાવ્યા મુજબ આ ન્યુમોકોકલની (PCV) ની રસી રાષ્ટ્રીય રસીકરણ પત્રક માં સામેલ કરવામાં આવેલ છે, જે બાળકો ને  પ્રથમ ડોજ ૧.૫ મહિને આપવામાં આવશે, અને અન્ય રસી જેવીકે પાંચગુણી રસી, રોટા વાઈરસ રસી, જે પી વી રસી, પોલિયો રસી સાથે આપવામાં આવશે.

આથી દિવ જિલ્લા ના તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે દરેક બાળકો એ રાષ્ટ્રીય રસીકરણ પત્રક મુજબ ઉંમર મુજબ જન્મસમયે, ૧.૫ મહિને, ૨.૫ મહિને, ૩.૫ મહિને, ૯ મહિને, ૧.૫ વર્ષે, ૫ વર્ષે, ૧૦ વર્ષે અને ૧૬ વર્ષે રસીકરણ કાર્યક્રમ માં ભાગ લઈ ને જરૂરી રસી મુકાવવી.


Must Read