Homeગુજરાતબોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી પોલીસની નોકરી મેળવી પ્રમોશન થઈ PI બનેલા પંકેશ...

બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી પોલીસની નોકરી મેળવી પ્રમોશન થઈ PI બનેલા પંકેશ ટંડેલ સસ્પેન્ડ: દીવ

-

Diu News in Gujarati દીવ : બોગસ ડિગ્રીથી સરકારી નોકરી મેળવનારા દીવના કોસ્ટલ પોલીસ સ્ટેશનના પી.આઈ. પંકેશ કલ્યાણ ટંડેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કથિત રીતે ટંડેલએ 23 વર્ષ પહેલા જન્મના ખોટા સર્ટીફિકેટ અને બોગસ ડિગ્રીના આધારે સરકારી નોકરી મેળવી હતી. પોલીસ વિભાગને માહિતી ધ્યાન પર આવતા તાત્કાલીક અસરથી દીવ-દમણના ડી.આઈ.જી. દ્વારા પી.આઈ. પંકેશ ટંડેલને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સાથે જ હુકમ કર્યો છે કે ટંડેલએ પોલીસ કીટ હેડ ક્વાર્ટર ખાતે જમા કરાવી દેવી અને મંજૂરી વગર દીવ છોડવું નહીં. ડી.આઈ.જી.ના આદેશને પગલ દીવ પોલીસ વિભાગમાં ખળભળાય મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ દીવ Diu કોસ્ટલ પોલીસ વિભાગના પી.આઈ. તરીકે ફરજ બજાવતા પંકેશ કલ્યાણ ટંડેલ PI Pankesh Tandelએ કથિત રીતે 23 વર્ષ પહેલા ડુપ્લીકેટ ડીગ્રી સર્ટિફિકેટ ને જન્મનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો રજૂ કરી પોલીસમાં નોકરી મેળવી હતી. ટંડેલે પી.એસ.આઈ.ની ભરતીમાં નોકરી મેળવી બાદમાં તેમનું પ્રમોશન થતા પી.આઈ.નું પદ મળ્યું હતું.

Diu News in Gujarati- Fake Certificate રજૂ કરી પોલીસ PI બનેલા પંકેશ ટંડેલ સસ્પેન્ડ: દીવ

ઉચ્ચ અધિકારીઓના ધ્યાને બોગસ પ્રમાણપત્રના આધારે નોકરી મેળવ્યાની વાત આવતા પ્રાથમિક તપાસ કરી દીવ-દમણના ડી.આઈ.જી, વિક્રમજિતસિંહે હુકમ કરી પંકજ ટંડેલને સસ્પેન્ડ કર્યા છે.

સસ્પેન્ડ કરવા સાથે ડી.આઈ.જી.એ હુકમ કર્યો છે કે, પી.આઈ. ટંડેલ પોતાની પોલીસ કીટ દીવ એસ.ડી.પી.ઓ. સમક્ષ જમા કરાવી દે અને, તેઓ મંજરી વગર દીવ પોલીસ હેડ ક્વાર્ટર છોડી નહીં શકે. 23 વર્ષથી બોગસ ડીગ્રી અને જન્મ તારીખના દાખલાના આધારે પોલીસમાં ફરજ બજાવતા પીઆઈનું કૌભાંડ બહાર આવતાં પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...