Homeરાષ્ટ્રીયદીવમાં કોહીનુર હોટેલ પાસે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત

દીવમાં કોહીનુર હોટેલ પાસે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત

-

પરાગ સંગતાણી, દીવ ન્યુઝ : દિવની (Diu) કોહિનૂર હોટેલ પાસે ગઈકાલે ફરી વખત ભયંકર અકસ્માત સર્જાયો. નાગવા તરફથી આવી રહેલ કાર ચાલકે વાહન પર કાબુ ગુમાવતા કાર અચાનક દિવાલ સાથે અથડાયને પલટી મારી જતા એકનું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતું. અન્ય ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને એકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.

દીવના ફુદમ રોડ પર આવેલ કોહીનુર હોટલ પાસે નાગવા તરફથી રાત્રે 9:00 વાગે એક ફોરવહીલ GJ-05-CF-9944 ગાડી પૂર ઝડપે આવી રહી હોય ડ્રાઇવર એ અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કોહિનૂર હોટલની દીવાલ સાથે અથડાતા કાર પલટી મારી ગઈ. કારની અંદર સવાર પાંચેય લોકો કારમાં ફસાઈ ગયા હતા.

વિડીયોરાજકોટના લોકમેળામાં દિલધડક મોતના કુવામાં અકસ્માતનો ધબકારો ચૂકાવી દે…

diu accident 2022
Diu accident Image

પરંતુ ઘટના સ્થળે એકત્રિત થઈ ગયેલા લોકોએ સમજદારી દાખવી પહેલા (ફોટો કે વિડીયો લેવા ને બદલે) તુરંત જ ગાડીમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા તેઓને ગાડીમાંથી બહાર કાઢ્યા હતા. કાર ચાલક વિજયભાઈ ઉંમર વર્ષ 32 નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દરમિયાન તુરંત જ 108 ને બોલાવી બધા ને દીવ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા પરંતુ તેમાંથી ત્રણને ગંભીર ઈજા હોવાને કારણે વધુ ઈલાજ માટે ઉના રિફર કરવામાં આવ્યા હતા. કારમાં સવાર અન્ય એક વ્યક્તિનો ચમત્કારીક રીતે બચાવ થયો હતો તેમને માત્ર સામાન્ય ઇજાઓ પહોંચે હતી.

આ રોડને હવે આકસ્માત રોડ જાહેર કરવો પડી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અવારનવાર આ રોડ ઉપર ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. માટે આ બાબતે હવે પ્રશાસન ગંભીરતા પૂર્ણ વિચારી આ રસ્તાઓનું કામ વહેલી તકે પૂર્ણ કરે તેવી લોકોની માંગ.

વધુ વાંચો- વેરાવળમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગટું ખેલતા 9 ખેલંદા ઝડપાયા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...