Homeગુજરાતદીવમાં 'એક દિવાળી માનવતાની' ઊજવણી કરવામાં આવી,હજારો બાળકોના ચેહરા સ્મિતથી ઝગમગ્યા.

દીવમાં ‘એક દિવાળી માનવતાની’ ઊજવણી કરવામાં આવી,હજારો બાળકોના ચેહરા સ્મિતથી ઝગમગ્યા.

-

Diu Diwali News – આ આયોજન તંત્રી ભાવના શાહ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદોને કપડાં, નાસ્તો આપવામાં આવ્યા,અનેક લોકોએ સાથ આપી ખુશીઓના તહેવારે ખુશી વહેંચી.

દીવ( Diu News) : ‘એક દિવાળી માનવતાની’ આવું વાંચીને કંઈક નવું લાગતું હશે ને ? લાગે પણ કેમ નહીં. કારણકે છે જ નવું. છે એક નવી પહેલ. છે એક એવું કાર્ય કે જેમાં જેમનું કોઈ નથી અથવા જેને કંઈ નથી તેમના માટે કંઈક કરવામાં આવ્યું છે. દિવથી પ્રસિધ્ધ થતાં દૈનિક અખબાર ગુજરાત પ્રણામના તંત્રી તેમજ મહિલા સુરક્ષા સહાયતા સંગઠનના પ્રમુખ ભાવના શાહને એક વિચાર આવ્યો કે આપને તો ભગવાને બધું જ આપ્યું છે. આપણે તો તમામ તહેવાર શાંતીથી ખુશીઓ સાથે ઉજવીએ છીએ પણ એ લોકોનું શું ?

A Diwali of humanity Was celebrated by bhavana shah in Diu
A Diwali of humanity Was celebrated by bhavana shah & team

જેમની પાસે કંઈજ નથી. ત્યારે જ તેઓને વિચાર આવ્યો કે તેઓ આવા બાળકો કે પરિવારોના ચેહરા પર સ્મિત લઈ આવશે અને એટલે જ તેમણે ‘એક દીવાળી માનવતાની’ એવી પહેલ શરૂ કરી. 
આ સુત્ર સાર્થક કરવાની શરૂઆત પણ તેઓએ પોતાનાથી જ કરી અને દીવ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેતા ગરીબ જરૂરિયાતમંદ બાળકો તથા પરીવારને જરૂરી ચીજવસ્તુઓ આપવાનું શરૂ કર્યું ધીમે ધીમે આવા લોકોની સંખ્યા વધતી ગઈ એટલે તેઓએ પોતાના મિત્ર સર્કલની મદદ લેવાનું નક્કી કરતા.

bhavana shah in Diu
A Diwali of humanity Was celebrated by bhavana shah in Diu

આ પહેલ અંગે સોશિયલ મીડિયામાં પ્રચાર શરૂ કર્યો જેનો બહોળો પ્રતિસાદ તેમને મળવા લાગતા એક બાદ એક લોકોની આર્થિક તેમજ અન્ય મદદ મળવાની શરૂ થઈ ગઈ અને જોત જોતામાં આ મદદ કરનારાઓની પણ સંખ્યા વધવા લાગતા વધુને વધુ બાળકોને મદદ પહોંચાડવામાં તેઓ સફળ થવા લાગ્યા. 

A Diwali of humanity Was celebrated by bhavana shah in Diu
A Diwali of humanity Was celebrated by bhavana shah in Diu

આમ એક તબક્કે અશક્ય લાગતું આ કામ લોકોના સાથ સહકારથી ખુબજ સરળતાથી પાર પડ્યું હતું. ભાવના શાહ અને તેના સંગઠન દ્વારા દીવ-ઘોઘલા સહિતના વિસ્તારોમાં લગભગ 150 કિલો જેટલું મીઠાઈ-ફરસાણ તેમજ ચોકલેટ અને કપડાં આપવામાં આવ્યા હતા. જે મળતા જ આવા પરિવાર તેમજ તેમના બાળકોના ચહેરા દીવાઓની જેમ સ્મિતથી ઝગમગી ગયા હતા.

Must Read