રાજકોટના સમાચાર : તા.૧૮ ઓગસ્ટ – હાલના મહિનામાં વિવિધ તહેવારો આવતા હોય તેમજ રાજકોટ (Rajkot) ગ્રામ્ય જીલ્લામાં વિવિધ રાજકીય પક્ષો તેમજ સંગઠનો દ્વારા આંદોલનો, રેલીઓ ધરણા જેવા કાર્યક્રમો આપવામાં આવતા હોય છે.
જે ધ્યાને લઈ આ સમય દરમ્યાન સમગ્ર રાજકોટ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, સુલેહ, શાંતિ અને સલામતી જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે કે.બી.ઠકકર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
વધુ વાંચો- હોન્ડા લાવી રહ્યું છે નવું ‘ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક એક્ટિવા’
જે મુજબ શારીરિક ઈજા થાય તેવી વસ્તુઓ કે હથિયારો તથા વિવિધ પ્રદર્શનો યોજવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. જેનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
વધુ વાંચો- આ કીટ હીરો સ્પ્લેન્ડરને કરી દેશે ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત