જૂનાગઢ,તા.૭ બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧નું જિલ્લા કક્ષાની સ્પર્ધાનું તા.૫/૧૦/૨૦૨૧ તથા તા.૬/૧૦/૨૦૨૧ બે દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ ૨૦૨૧ જિલ્લા કક્ષાની સ્પર્ધા અંતર્ગત પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટની મુખ્ય થીમ ” નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે વિજ્ઞાન” રાખવામાં આવી હતી. આ સ્પર્ધા ઓનલાઇન અને ઓફલાઈન બનને માધ્યમથી જિલ્લામાં યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લામાંથી ૭૫ થી પણ વધુ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ ૮ મિનિટમાં રજૂઆત સાથે ૪ ચાર્ટ તથા મોડેલ સાથે રજુ કરવામાં આવ્યા હતા.

આગામી નવેમ્બર માસમાં ગાંધીનગર ખાતે સિલેક્ટ થયેલ પ્રોજેકટ જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. આ તકે મુક્તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરાડ દ્વારા ભાગ લેનાર અને સિલેક્ટ થનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ નિર્ણાયકો ગજેરાસર,વાઢેરસર,આકોલસર તથા ડોબરીયા એ અભિનંદન પાઠવ્યા હતા. તેમ લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું