Homeજાણવા જેવુંડાયનાસોર ફરી આવશે ? આ દેશ મળી આવ્યા 30 ઈંડા...

ડાયનાસોર ફરી આવશે ? આ દેશ મળી આવ્યા 30 ઈંડા…

-

દુનિયા પર લાખો વર્ષ પહેલા ડાયનાસોરનું રાજ હતું પછી આ વિશાળ જીવોનો વિનાશ થયો. હવેતો ડાયનાસોરની કહાનીઓ ફક્ત ફિલ્મો અને પુસ્તકોમાં જ જોવા મળે છે કે, સાંભળવામાં આવે છે અને ડાયનાસોરના અંતને વર્ષો વીતી ગયા છે, પરંતુ વૈજ્ઞાનિકો સમય સમયે આ પ્રાણી વિશે આશ્ચર્યજનક ખુલાસા કરતા રહે છે. આ દરમિયાન પૃથ્વી પર વિશાળકાય ડાયનાસોરના અસ્તિત્વ સાથે જોડાયેલી બીજી મોટી શોધ સામે આવી છે.

વિશાળકાય ડાયનાસોર ‘ટાઈટનોસોર’
તાજેતરમાં આર્જેન્ટિનામાં 100 થી વધુ ડાયનાસોરના ઇંડા મળી આવ્યા હતા. આ પછી હવે યુરોપિયન દેશ સ્પેનમાં વિશાળકાય ડાયનાસોર ‘ટાઈટનોસોર’ના માળામાં 30 ઈંડા સુરક્ષિત સ્થિતિમાં મળી આવ્યા છે. આ શોધ સામે આવી ત્યારથી બધા ચોંકી ગયા છે. પુરાતત્વવિદોએ ઉત્તરી સ્પેનમાં લોઅર ખોદકામ સ્થળ પરથી બે ટનના ખડક નીચેથી આ ઈંડા શોધી કાઢ્યા છે. આવો આજે આ અહેવાલમાં જાણીએ શું છે સમગ્ર મામલો…

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Janva Jevu Gujarati – Titanosaur Egg image (image credit -@Essamb02) –

પથ્થરની નીચે 70થી વધુ ઈંડા દટાયેલા હોય શકે
અહેવાલો અનુસાર, આ ઇંડા સપ્ટેમ્બર મહિનામાં જ મળ્યા હતા પરંતુ હવે તેનો ખુલાસો થયો છે. ટાઇટનોસોરના 30 ઈંડાની શોધ બાદ પુરાતત્વવિદોનું માનવું છે કે આ પથ્થરની નીચે 70થી વધુ ઈંડા દટાયેલા હોય શકે છે. ટાઇટનોસોર લાંબા ગળાવાળા ડાયનાસોર હતા જે લગભગ 66 મિલિયન વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા. હાલમાં લુપ્ત થયેલા પ્રાણીઓની તપાસમાં બહાર આવ્યું છે કે, આ માળાઓ ટાઇટેનોસોરના હતા આ વિશાળ પ્રાણીની ગરદન લાંબી હતી અને વિશાળ પૂંછડી હતી. નિષ્ણાતોના મતે તેની પૂંછડી લગભગ 66 ફૂટ સુધીની હશે.

જેનું વજન 2 ટન
નોવા યુનિવર્સિટી લિસ્બનના સહયોગથી યુનિવર્સિટી ઓફ ઝારાગોઝાના પેલિયોન્ટોલોજિસ્ટની ટીમની ટીમ દ્વારા આ ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે. નોવા યૂનિવર્સિટી સાથે જોડાયેલા મોરેનો અજંજાના જણાવ્યા અનુસાર, ખડકોમાંથી લગભગ 30 ઈંડા મળી આવ્યા છે. મોરેનો અજંજાએ કહ્યું કે વર્ષ 2021માં શરૂ કરાયેલા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશાળ માળખાને દૂર કરવાનો હતો. આ ઈંડાને ખડકની અંદર દફનાવવામાં આવ્યા હતા જેનું વજન 2 ટન હતું.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Janva Jevu Gujarati – Titanosaur eggs were found near Huesca in northern Spain – Image Credit (University of Zaragoza/Zenger)

અજંજાએ એ પણ જણાવ્યું કે 5 લોકોની ટીમે લગભગ 50 દિવસ સુધી સતત 8 કલાક સુધી ખોદકામ કર્યું. જે બાદ ડાયનાસોરનો માળો હટાવી દેવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આટલા મોટા પથ્થરને હટાવવું અત્યંત મુશ્કેલ હતું. આ ઇંડા અવશેષો બની ગયા હતા. અજંજાના જણાવ્યા મુજબ ત્યાંથી 10 નાના ખડકો દૂર કરવામાં આવ્યા છે અને હાલમાં લોઅરના વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે. બાદમાં તેને મ્યુઝિયમમાં રાખવામાં આવશે, જેથી મ્યુઝિયમના મુલાકાતીઓ જાણી શકે કે આ ઈંડા કેવી રીતે અવશેષ બન્યા.

તે જ સમયે, આના થોડા દિવસો પહેલા આર્જેન્ટિનામાંથી પણ લગભગ 100 ડાયનાસોરના ઇંડા મળી આવ્યા હતા. આ ઈંડાં આર્જેન્ટિનામાં ડાયનાસોરના માળખામાંથી મળી આવ્યા હતા. તેમજ આ ઈંડા મળવાને કારણે વિશ્વમાં પ્રથમ વખત ડાયનાસોરના ટોળામાં રહેતા હોવાની જાણકારી મળી હતી. સૌથી મોટી વાત એ છે કે આ ઈંડામાં હજુ પણ ભ્રૂણ બનતા હતા.

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...