Homeરાષ્ટ્રીયજીન્સ પહેરતી મોબાઈલ રાખતી છોકરીઓ નથી મોદીથી પ્રભાવિત: દિગ્વિજય સિંહ

જીન્સ પહેરતી મોબાઈલ રાખતી છોકરીઓ નથી મોદીથી પ્રભાવિત: દિગ્વિજય સિંહ

-

દિગ્વિજય સિંહે મહિલાઓ પર આપેલા નિવેદનને લઈ ફરીથી રાજકારણ ગરમાયુ છે. તેમજ તેમના આ નિવેદન સોશિયલ મિડીયા પર વાયરલ

મુર્ખતા ભર્યું નિવેદન આપતા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ(Digvijay singh News)

  • દિગ્વિજય સિંહના નિવેદન પર ભાજપના આકરા પ્રહાર: પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ
  • 40 અને 50 વર્ષની મહિલાઓ મોદીથી વધારે પ્રભાવિત છે: દિગ્વિજય સિંહ
  • યુવતીઓ જિન્સ પહેરે અને મોબાઈલ રાખે છે તે વડાપ્રધાનથી પ્રભાવિત નથી: દિગ્વિજય સિંહ

પોતાના નિવેદનોને લઈ સતત વિવાદથી ધેરાયેલા રહેતા દિગ્વિજય સિંહના Digvijay singh એક નિવેદને ફરીથી વિવાદ જગાવ્યો છે. દિગ્વિજય સિંહે મહિલાઓ પર આપેલા નિવેદનને લઈ ફરીથી રાજકારણ ગરમાયુ છે. તેમજ તેમના આ નિવેદન સોશિયલ મિડીયા પર વાયરલ થતા ચારે કોર ટીકાનો વરસાદ વરસી રહ્યો છે.

મહિલા (Woman) વિશે શું કરી ટિપ્પણી ?
એક તરફ જ્યારે કોંગ્રેસના મહિલા નેતા ઉત્તરપ્રદેશમાં મહિલાઓ માટે કેમ્પેન ચલાવી રહ્યા છે ત્યારે બીજી તરફ દિગ્વિજય સિંહનું મહિલાઓ અને પ્રધાનમંત્રી વિશેનું નિવેદન તેના પર પાણી ફેરવી રહ્યું છે. આ નિવેદનમાં તેઓ કહે છે કે, લોકોએ મને જણાવ્યું 40 અને 50 વર્ષની મહિલાઓ મોદીથી વધારે પ્રભાવિત છે. જ્યારે જે યુવતીઓ જિન્સ પહેરે અને મોબાઈલ રાખે છે તે વડાપ્રધાનથી પ્રભાવિત નથી.

ભાજપે પલટવાર કરતા કહ્યું…
દિગ્વિજયના બેફામ નિવેદને ભાજપને વળતો પ્રહાર કરવાનો જાણે મોકો આપી દિધો હોય તેમ ભાજપના નેતાઓ વાક યુધ્ધ ચલાવી રહ્યાં છે. તેમના નિવેદન પર પલટવાર કરતા ભાજપે જણાવ્યુ કે આ ટિપ્પણી શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. આવા નિવેદનો કરતા દિગ્વિજય સિંહને કોંગ્રેસ પક્ષે પક્ષમાંથી હાંકી કાઢવા જોઈએ.

દિગ્વિજય સિંહનું આ નિવેદન કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો
દિગ્વિજય સિંહના નિવેદન મામલે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકિય વિશ્લેષકોનું માનવું છે કે તેની અસર ઉત્તર પ્રદેશ ચૂંટણી પર તેમજ, મહિલા નેતા પ્રિયંકા ગાંધીના “લડકી હું, લડ શકતી હું” કેમ્પેન પર થઈ શકે છે. આમ ચૂંટણી ટાણે જ દિગ્વિજય સિંહના આ પ્રકારના નિવેદન કોંગ્રેસના માથાનો દુઃખાવો બની શકે તેમ છે.

Must Read