Homeકલમઓનલાઈન સંબંધો હિતકારી કે નુકશાનકારક; ડિજિટલ સબંધોના લેખા-જોખા : અલ્પા શાહ

ઓનલાઈન સંબંધો હિતકારી કે નુકશાનકારક; ડિજિટલ સબંધોના લેખા-જોખા : અલ્પા શાહ

-

અલ્પા શાહ (મુંબઈ,મલાડ) : આજે માણસ પાસે ઘણુંબધું છે, છતાં પણ એ અંદરથી એકલો પડી ગયો છે. એની પાસે મનોરંજનના સાધનોની ભરમાર છે. હરવા ફરવાના સ્થાનો પણ પહેલા કરતા વધી ગયા છે. પણ કોણ જાણે કેમ એ પરિવાર સાથે રહેવા છતાં અંદરથી એકલતા અનુભવે છે. આ એકલતા દૂર કરવા એ પરિવાર સાથે સમય  ગાળવાને બદલે ફેસબુક(Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) પર નવા નવા મિત્રો બનાવે છે. મિત્રો બનાવવા ખરાબ વાત નથી પણ ત્યાંથી આગળ વધીને વિજાતીય સંબંધોમાં ઘણું ના કરવાનું કરી બેસે છે. 

આજે ઘણા પુરુષો એવા છે કે જે ફેસબુક(Facebook) અને ઈન્સ્ટાગ્રામ(Instagram) પર ફેન્ડ રીકવેસ્ટ (Friend request) મોકલે. જો કોઈ સ્ત્રી સ્વીકારે તો પછી એની સાથે વાતો કરી ટાઈમપાસ કરે. પછી વોટ્સએપ નંબરની આપ લે કરી રૂબરૂ મળવાની વાતો કરે. એમાં પાછા પ્રેમ થઈ જાય તો વારંવાર મળે. શું આ બધું યોગ્ય છે ? તમે પોતે તમારા જીવનસાથી સાથે લગ્નના બંધનમાં બંધાયેલા હોવ તો આવા  વિજાતીય આકર્ષણમાં પડવાની જરૂર શું છે ? ઘણા પુરુષો કેટલી બધી સ્ત્રીઓ સાથે વાતો કરી ટાઈમપાસ કરતાં હોય છે અને એમાં કોઈ સ્ત્રી ભાવ આપે તો એની પાછળ જ પડી જાય. આમાં સ્ત્રીઓની પણ ભૂલ હોય છે કે એ પુરુષને સામે ભાવ આપે એટલે સંબંધ આગળ વધે. આપણે જ આવું કરીએ તો આપણા છોકરાઓ શું સંસ્કાર પામે ? તમે માત્ર મિત્રભાવ રાખતા હોવ તો વાંધો નથી પણ એ દોસ્તી પ્રેમમાં પરિણમે એ પહેલાં એ સંબંધ ત્યાં જ છોડી દેવો જોઈએ. 

હું  આવા ભમરા જેવી વૃત્તિ ધરાવતા લોકોને પૂછું છું કે શું કોઈ વ્યક્તિ તમારા જીવનસાથી સાથે આવું કરે તો તમને ગમે ? જવાબ છે : ના . તો પછી શું કામ આવું બધું કરવાનું ? 

આવી વાતો આગળ વધતા ઘણું મોટું સ્વરૂપ અપાઈ જાય છે અને પછી પછતાવાનો વારો આવે છે. આપણને કુદરતે જે સંબંધો માં બાંધ્યા છે એને બરાબર નિભાવીએ તો પણ ઘણું છે. તો આવા સંબંધોની જરૂર શું છે ? વિશ્વાસ પર બધા સંબંધો ચાલે છે. જ્યાં વિશ્વાસ નથી ત્યાં નર્યો દંભ કહેવાય. પતિ પત્નીએ એકબીજાનો વિશ્વાસ તોડ્યા વગર એકબીજામાં એક મિત્ર શોધવો જોઈએ તો ક્યાંય એકલતા નહીં સારે. હા ઘણીવાર પતિ-પત્નીએકબીજાને સમજી શકતા નથી પણ એની માટે વિજાતીય પાત્ર શોધવાની જરૂર નથી. તમે સજાતીય મિત્રો બનાવી તમારું દુઃખ વહેંચી શકો છો. 

આજે આખી દુનિયા આવા ઓળખાણ વગરના સંબંધો પર વિશ્વાસ મૂકી એની પાછળ ભાગી રહી છે. જે સંબંધોથી કાંઈ મળવાનું નથી. ફક્ત થોડા સમયની મજા મળે છે. ઘણીવાર આના લીધે તમારા વર્ષોના મજબૂત સંબંધો તૂટી જાય છે. 

દુનિયાના કોઈપણ ખૂણે તમે મિત્ર બનાવી એની સાથે વાતો કરો છો, જે ક્યારેય તમને મળવાના નથી. આવી વ્યર્થ પ્રવૃત્તિ શું કામ કરવાની ? કરવા જેવા બીજા ઘણા કામો છે આપણી આસપાસ એ ન કરીએ. માટે સદ્પ્રવૃતિમાં સમય ગાળી આ બધું ન કરવું જ યોગ્ય છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...