Homeરાષ્ટ્રીયમીડિયા રેગ્યુલેટરીના દાયરામાં આવશે ડિજિટલ મીડિયા, ડિજિટલ મીડિયા પર પણ થશે ભંગ...

મીડિયા રેગ્યુલેટરીના દાયરામાં આવશે ડિજિટલ મીડિયા, ડિજિટલ મીડિયા પર પણ થશે ભંગ બદલ કાર્યવાહી

-

નવી દિલ્હી : દેશમાં ડિજિટલ મીડિયા પર ફેક ન્યૂઝ કે કહેવાતા ન્યૂઝ હંમેશા ચર્ચાનો મુદ્દો રહ્યો છે. સરકાર પણ ગંભીરતા પૂર્વક ડિજિટલ મીડિયા મામલે ચર્ચાઓ કરી રહી છે. ત્યારે હવે દેશમાં પહેલી વાર મીડિયા રજીસ્ટ્રેશનના નવા કાયદામાં ભારતમાં પ્રથમ વખત ડિજિટલ મીડિયા (Digital Media India) નો સમાવેશ થઈ શકે છે. અગાઉ ડિજિટલ મીડિયા કોઈ સરકારી નિયમોના ભાગ નથી બન્યા.

જો બિલ મંજૂર થાય તો ડિજિટલ ન્યૂઝ સાઈટ્સ (Digital News Site) પર નિયમોના “ઉલ્લંઘન” કરવા બદલ કાર્યવાહીનો સામનો કરી શકે છે. સાથે જ નિયમોના પાલન નહીં કરવા બદલ નોંધણી રદ્દ કરવા સુધીની પ્રક્રિયા થઈ શકે છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પ્રેસ અને સામયિક બિલની નોંધણીમાં સુધારો કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને તેના કાર્યક્ષેત્રમાં કોઈપણ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ડિજિટલ મીડિયા પરના સમાચારનો પણ સમાવેશ કર્યો છે.

જો બિલ મંજૂર થશે તો ડિજિટલ સમાચાર પ્રકાશકોએ ફરજિયાત પણે કાયદો લાગુ પડ્યાના 90 દિવસમાં નોંધણી (Digital Media Registration) કરાવવી પડશે. ડિજિટલ પ્રકાશકો સામે કાર્યવાહી કરવા માટે પ્રેસ રજિસ્ટ્રાર પાસે સત્તા પણ આપવામાં આવશે. જેથી નિયમના ઉલ્લંઘન બદલ નોંધી સસ્પેન્ડ કે રદ્દ કરવા કે દંડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

ટૂંકમાં ડિજિટલ મીડિયા માહિતી અને પ્રસારણ મંત્રાલયના તાબા હેઠળ આવી શકે તેમ છે. પરંતુ આ બિલ હજૂ પ્રધાનમંત્રી કાર્યાલય અને અન્ય હિતધારકો દ્વારા મંજૂર કરવામાં નથી આવ્યું.

વધુ સમાચાર- રાજકોટનો આજે બપોર સુધીનો વરસાદનો વરસાદ રિપોર્ટ

વધુ સમાચાર- બોગસ બિલિંગનું એપી સેન્ટર ભાવનગર ? જીએસટીના અધિકારીઓ સાથે હાથ ચાલાકી બાદ જૂઓ કાર્યવાહી

Must Read