Homeટેકનોલોજીડિજિટલ માર્કેટિંગ/ વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય, હાયર કરી...

ડિજિટલ માર્કેટિંગ/ વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય, હાયર કરી રહ્યાં છે એક્સપર્ટ્સ

-

News Gujarati : ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો એક અનોખો ટ્રેન્ડ જોવા મળે છે. ત્યારે હવે વ્યવસાયથી લઈ રાજકારણ માટે પણ સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મનો ઉપયોગ થઈ રહ્યો છે. માર્કેટીંગ માટે સફળ માધ્યમ તરીકે સોશિયલ મીડિયા જોવા આવે છે. ત્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવી રહી છે. જે માટે અત્યારથી જ લોકલ સ્તરે સોશિયલ મીડિયા ડિજિટલ માર્કેટિંગ Digital Marketing એક્સપર્ટની બોલબાલા સામે આવી છે.

નેતાઓ ચૂંટણી Election પહેલા જ પોતાના પ્રચાર કરવા લાગ્યા છે, કેટલાક આવું પક્ષમાં ટિકિટ પાક્કી કરવા કરે છે તો કેટાલક ઈમેજ મેકઓવર માટે પણ કિમીયા કરી રહ્યાં છે. આ માટે તેઓ સોશિયલ મીડિયા એક્સપર્ટ કંપની કે માણસોને હાયર કરી પ્રચારના કામે લગાડી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા ટ્રેન્ડ એવો છે કે જેના ઉપયોગથી રાજકિય પક્ષો મતદારોને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરે છે.

Digital Marketing / વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ હાયર કરે છે સોશિયલ મીડિયા એક્સપર્ટ્સ

સોશિયલ મીડિયાના માધ્યમથી ઉંમર, ભાષા, લિંગ વિગેરે પ્રકારે યુઝર્સ ટારગેટ કરી પ્રચાર કરી શકાય છે. જેમાં યુવાનો માટે સૌથી લોકપ્રિય માધ્યમ ઈન્સ્ટાગ્રામને માનવામાં છે. પરતું આ ઈમેજ શેરીંગ એપ પર નેતાજી પોતાના ફોટો સાથે વિવિધ શુભેચ્છાઓ અને પોતાના મતને જાહેરતા સ્વરૂપે ચલાવતા રહે છે. આ માટે કેટલાક નેતાઓ દ્વારા એજન્સીને કામ આપી દેવાય છે, જ્યારે કેટલાક નેતા પોતાની ટીમ દ્વારા આ કામ પાર પાડવાના કામે લાગી ગયા છે.

સોશિયલ મીડિયા પર ડિજીટલ માર્કેટિંગ કરવું એ પણ એક કળા છે. તેના માટે પક્ષ અને નેતાઓ પોતાના પ્રચાર માટે ટ્રેનિંગ મેળવી એક્સપર્ટ બનેલા યુવાનો અથવા તો કંપની હાયર કરતા હોય છે. જેઓ તેમના વતી પ્રચાર પ્રસાર એટલે કે ડિજિટલ માર્કેટિંગ કરે છે. આ માટે નેતાઓ 5000 હજારથી 5 લાખ સુધીના બજેટ ફાળવતા હોવાના અહેવાલ છે. જેમાં તેમને એજન્સી દ્વારા ફોલોવર્સ વધારી દેવાથી માંડી ઈમેજ ડિઝાઈન સુધીના કામ કરી આપવામાં આવે છે. ટૂંકમાં ‘ગોળ નાખો તેવું ગળ્યું થાય’ તેમ પૈસા નાખે તેવી સુવિધા આપવામાં આવતી હોય છે.

આ મામલે ડિજિટલ માર્કેટીંગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે હાલના સમયમાં આ પધ્ધતી રાજકીય પ્રચારનો એક ઉત્તમ વિકલ્પ છે. જેમાં યુવાનો સહિતના લોકો સુધી પહોંચવું ખુબ સરળ અને અન્ય માધ્યમ કરતા ઓછું ખર્ચાળ છે. વળી સોશિયલ મીડિયા પ્રમોશન અને ડિજિટલ માર્કેટિંગથી નેતાઓ પોતાના કાર્યો અને વાત ક્ષણભરમાં લાખો સુધી પહોંચાડી શકે છે. આમ ડિજિટલ માર્કેટીંગનો યુગ શરૂ થયો હોય નેતા અને રાજકિય પક્ષો ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે.

માનવામાં આવે છે કે, સત્તા પક્ષ ભાજપ ડિજિટલ માધ્યમો પર પ્રચારની સ્ટ્રેટેજી ઘડવામાં માહેર છે. તેમને સોશિયલ મીડિયાના શરૂઆતી તબક્કાથી જ આ માધ્યમોનો બહોળો ઉપયોગ શરૂ કર્યો હતો. વર્ષ 2012ની ચૂંટણીમાં પણ ડિજિટલ માધ્યમોના બહોળા ઉપયોગ થકી પ્રચાર પ્રસાર ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. આમ વર્ષ 2022 ની ચૂંટણી પહેલા પણ ભાજપ સક્રિય રીતે સોશિયમ મીડિયા પર પ્રચાર પ્રસારના કામે લાગી ગયો છે.

કોમેડી Comedy Video Gujarati માં નીચે મળશે

કાકાનો ભયંકર ‘નાગીન ડાન્સ’ Video થયો વાયરલ

રસ્તા પર આ શખ્સની કળા જાય છે પાણીમાં, હાથવગા સાધનોથી સુર અને સંગીત

જુલામાં બેસતા પહેલા આ બાળકની જેમ 33 કરોડ દેવતા યાદ કરી લેજો

Must Read