Homeમનોરંજનધોરાજીનો સોડવદર ડેમ ૭૦% ભરાયો, ડેમ નીચે આવતા ગામોને સાવચેત રહેવા સૂચના

ધોરાજીનો સોડવદર ડેમ ૭૦% ભરાયો, ડેમ નીચે આવતા ગામોને સાવચેત રહેવા સૂચના

-

Dhoraji Varsad News રાજકોટ : તા.૧૫ જુલાઈ. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સોડવદર ગામ પાસેનો સોડવદર ડેમ હાલ ૭૦% ભરાઈ ગયેલ છે. જળાશયની ભરપુર સપાટી ૭૬.૭ મી. છે, જ્યારે જળાશયની હાલની જળસપાટી ૭૫.૮ મી. છે.

પાણીની આવક વધતા ગમે ત્યારે ઓવરફ્લો થવાની શક્યતા હોવાથી ડેમની હેઠળ આવેલા ઝાંઝમેર અને સુપેડી ગામોના લોકોને નદીના પટમાં અવર – જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું  છે.

વધુ વાંચો- રાજકોટના જળાશયમાં 3 શખ્સોએ જીપ ઘુસાડી સ્ટંટ કરી નિયમોનો કર્યો ઉલાળ્યો: વિડીયો વાયરલ

Must Read