Homeગુજરાતરાજકોટસસ્તા અનાજનો લોટ દળી વેચી મારવાના કાળા કારોબારનો પર્દાફાશ: ઉપલેટા

સસ્તા અનાજનો લોટ દળી વેચી મારવાના કાળા કારોબારનો પર્દાફાશ: ઉપલેટા

-

Dhoraji-Upleta News : રાજકોટ : રાજકોટના ઉપલેટા તાલુકામાંથી સસ્તા અનાજનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થો ઉપલેટાના વીજળી રોડ પર આવેલા રઘુવીર બંગલો પાસેના એક ગોદામમાં અને પંચહાટડી ચોક ખાતેની એક દુકાનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. આ ગરીબ માટે જાહેર વિતરણના ઘઉં-ચોખાનો જથ્થો ફારૂક ઈબ્રાહીમ દ્વારા સંગ્રહ કરવામાં આવ્યો હતો.

ફારૂક ઈબ્રાહીમ ગરીબોના અનાજનો લોટ દળી કાળા બજાર (Black Market)માં વેચતો હોવાની વિગતો સંપડી રહી છે. આ માહિતીને આધારે ધોરાજીના પ્રાંત અધિકારી અને ઉપલેટાના મામલતદારની ટીમે દરોડો કરી જથ્થો કબ્જે કરી આગળની તપાસ શરૂ કરી છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ સુરીયા હસ્તકના ગોદામમાં દરોડો કરવામાં આવતા સમગ્ર પ્રકરણ ખુલી ગયું હતુ. ધોરાજીના પ્રાંત અધિકારી અને ઉપલેટા મામલતદાર (Upleta Mamlatdar) અને નાયબ મામલતદારની ટીમે દરોડો કરી જાહેર વિતરણના સરકારી ચોખા 14 લાખ 97 હજાર કરતા વધારેની કિંમતના 1493 નંગ કટ્ટા, તેમજ 3 લાખ 57 હજાર 360 રૂપિયાની કિંમતના 453 નંગ ઘઉંના કટ્ટા અને સરકારી માર્કા પેકીંગ વાળી રૂપિયા 450ની કિંમતની તુવેર દાળ મળી કુલ રૂપિયા 18 લાખ 58 હજાર 860 રૂપિયાનો ગેરકાયદેસર સંગ્રહિત જથ્થો ઝડપી લેવાયો હતો.

p-d-parghi-fair-price-shop-upleta-stock-seized-by-mamlatdar

ગેરકાયદેસર જથ્થો કાર્ડ ધારકો પાસેથી પોતાની પંચહાટડી ચોક ખાતે આવેલી દુકાનેથી રૂપિયા 15 પ્રતિ કિલોગ્રામમાં ખરીદી કરાતી હતી, બાદમાં જથ્થો ગોદામ ખાતે લાવી લોટ દળી રૂપિયા 25 પ્રતિ કિલોગ્રામના ભાવથી વેચવામાં આવતો હતો.

farooq ibrahim upleta mamlatdar siezed grain stock for black market selling

સાથે જ FCI (ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા)ના સરકારી માર્કા સાથેના ભરેલા અને ખાલી બારદાન મામલે પુછપરછમાં ખુલવા પામ્યું કે, 80 કટ્ટા ચોખા પી. ડી. પારઘી નામની સસ્તા અનાજની દુકાન Fair Price Shop પરથી ખરીદ કરવામાં આવ્યા હતા. જ્યારે પી. ડી. પારઘી નામની સસ્તા અનાજની દુકાન પરથી પણ 72 કટ્ટા અનાજનો ગેરકાયદેસર વધારાનો જથ્થો સ્ટોક સિવાયનો મળી આવ્યો હતો.

Must Read