Monday, May 16, 2022

જૂથ અથડામણમાં પોલીસ કર્મી પર હુમલો, બે કર્મી ઘાયલ: ધોરાજી

આજના તાજા સમાચાર ગુજરાત : રાજકોટના ધોરાજીમાં Dhoraji ગઇકાલે રાતના સમયે રેલવે સ્ટેશનની નજીકા ઝૂપડપટ્ટીમાં રહેતા બે જૂથો વચ્ચે કોઈ કારણોસર ઝગડો થયો હતો. આ ઝગડામાં પોલીસ કર્મીઓ વચ્ચે આવતા કેટલાક શખ્સોએ પોલીસ સાથે પણ મારકુટ કરી હતી. પોલીસ સાથે થયેલા ઘર્ષણમાં બે પોલીસકર્મીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો – ધોરાજીનો હેરીટેજ દરબારગઢની આ હાલત ? તંત્ર જાળવણી નહીં કરે તો ખંઢેર બનશે

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના Rajkot ધોરાજીના રેલવે સ્ટેશન પાસે ઝૂપડપટ્ટીમાં રહેતા સ્થાનિક લોકોના બે જૂથ બાખડી પડ્યા હતા. ઉગ્રબોલાચાલી બાદ થયેલા છુટાહાથની મારામારી સુધી પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યાં કેટલાક અજાણ્યા શખ્યોએ પોલીસ પર હુમલો કરી દેતા પોલીસ કર્મી ઈજ્જાગ્રસ્ત થયા હતા. ગંભીર ઈજા થતા પોલીસ બે પોલીસ કર્મીઓને તાત્કાલીક ધોરાજી સિવીલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

વધુ વાંચો – રવિન્દ્ર જાડેનના પત્ની રિવાબા અને સાસુ વિરુદ્ધ કોર્ટનું વોરંટ, વોરંટ

વધુ વાંચો – પાટીદાર અગ્રણી મહેન્દ્ર ફળદુએ જીવન ટુંકાવ્યું, મોટા માથાઓ સામે છે આક્ષેપ

આજના તાજા સમાચાર: જૂથ અથડામણમાં પોલીસ કર્મી પર હુમલો બે કર્મી ઘાયલ: Dhoraji

હુમલા ખોર શખ્સોએ પોલીસ સાથે મારામારી કરતા બે પોલીસ કર્મીને કાન, હાથ અને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. એક કર્મીને કાનના ભાગે ટાંકા પણ લેવા પડ્યા હતા. પોલીસ પર હુમલાની જાણ થતા જ સમગ્ર પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થિતી પર મેળવ્યો હતો. બાદમાં પોલીસે સ્થાનિક લોકોની પુછપરછ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હોવાના પણ અહેવાલ મળી રહ્યાં છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...