Homeગુજરાતરાજકોટધોરાજીનો હેરીટેજ દરબારગઢની આ હાલત ? તંત્ર જાળવણી નહીં કરે તો ખંઢેર...

ધોરાજીનો હેરીટેજ દરબારગઢની આ હાલત ? તંત્ર જાળવણી નહીં કરે તો ખંઢેર બનશે

-

આજના સમાચાર, Dhoraji Darbargadh news : એક બાજુ સરકાર પ્રવાસનને વેગ આપવાની અને ગુજરાત નહીં દેખા તો કુછ નહીં દેખા જેવી વાતો કરે છે. તો બીજ તરફ ઐતિહાસીક સ્મારકની જાળવણી કરવામાં તંત્ર ઉણું ઉતરતુ જણાય છે. કારણ કે, રાજ્યમાં કેટલાક રાજવીના વારસા સમા ઘણાં રક્ષિત જાહેર થયેલા ઐતિહાસીક સ્મારકો Dhoraji Historical place જાળવણીના અભાવે ખંઢેર બન્યા છે.

Dhoraji Darbargadh – ધોરાજીના હેરીટેજ દરબારગઢની આ હાલત ?

ધોરાજીના દરબારગઢની જાળવણી જરૂરી – Dhoraji Darbargadh

ઐતિહાસીક સ્મારકોની વાત કરીએ તો, ધોરાજીના ઐતિહાસિક વારસા સમાન દરબારગઢની Dhoraji Darbargadh હાલત ખરાબ થઈ રહી છે. અહીં જાળવણીના અભાવે દરબારગઢને લૂણો લાગી રહ્યો છે. ગોંડલના પ્રજાવત્સલ રાજવી Gondal State મહારાજા સર ભગવતસિંહજીનું જન્મસ્થળ ધોરાજી છે. ઉપરાંત ધોરાજીના દરબારગઢને સરકાર દ્વારા આરક્ષિત સ્મારક તરીકે પણ જાહેર કરાયેલું છે. પરંતુ સરકારના પુરાતત્વ વિભાગ હસ્તક રહેલા આ એતિહાસીક વારસાની યોગ્ય જાળવણી ન થતી હોવાથી બેનમુન નકશીદાર અને કલાત્મક કોતરણીથી ભવ્ય સ્મારક આજે ખંઢેર બની ગયુ છે.

દરબારગઢનો ઈતિહાસ – History Of Dhoraji Darbargadh

ઉલ્લેખનિય છે કે, ગોંડલના રાજવી ભાકુંભાજી દ્વારા 17મી સદીના ઉતરાર્ધમાં બે મજલાનો મહેલ નિર્માણ કરાયો હતો. કુદરતી પથ્થર પર સુંદર કોતરણીથી આ મહેલ ઝગમગતો હતો. મહેલમાં ખાસ કરીને ઝરૂખા અને બારીઓનું નકશીકામ ખુબ નોંધપાત્ર ગણાય છે. તેમજ સુંદર કોતરણી વડે સિંહ, હાથી જેવા પ્રાણીઓના શિલ્પ કંડારાયા હતા તેમજ ભોંયતળીયાના ભાગે દંડાધારી દ્વારપાળોના શિલ્પો બનાવાયા છે.

શા માટે કહેવાયો દરબારગઢ – Why Palace name is Darbargadh

રજવાડા સમયે આ સ્થાન મહત્વનું સ્થાન માનવામાં આવતું હતું. કારણ કે અહીં સમયાંતરે દરબાર ભરવામાં આવતો હતો અને જેના કારણે તેને દરબારગઢ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલની વાત કરીએ તો રાજવીના ઐતિહાસીક અને અમૂલ્ય વારસાની જાળવણી કરવામાં તંત્ર ઉણું ઉતરી રહ્યું છે. જેના કારણે ભવ્ય દરબારગઢ ચમક ખોઈ રહ્યો છે. જેનના કારણે સ્થાનિકોમાં માંગણી ઉઠવા પામી છે કે, દરબારગઢને તાત્કાલિક ધોરણે યોગ્ય જાળવણી કરી રક્ષીત કરવામાં આવે.

Must Read