Homeગુજરાતઘોડાની આડમાં દારૂ ! દેવભૂમી દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો લાખોનો દારૂ

ઘોડાની આડમાં દારૂ ! દેવભૂમી દ્વારકા પોલીસે ઝડપી પાડ્યો લાખોનો દારૂ

-

આજના તાજા સમાચાર ગુજરાત : Devbhumi Dwarka News (Kalyanpur) : રાજ્યમાં દારૂબંધી છે ત્યારે રાજ્યમાં દારૂ ખુલ્લે આમ વેચાય છે તેવા આક્ષેપો થતા રહે છે. ત્યારે રાજ્યમાં દારૂની હેરફેર માટે બુટલેગરો કેવા અનોખા કિમીયા કરતા હોય છે. તેવી જ એક ઘટના દેવભૂમી દ્વારકા કલ્યાણપુરમાં સામે આવી છે. પોલીસે દારૂ પકડતા બુટલેગરના નવા કિમીયા પરથી પડદો ઉઠ્યો હતો

દેવભૂમી દ્વારકા જિલ્લાના Devbhumi Dwarka Police કલ્યાણપુર તાલુકામાંથી પોલીસે દારૂની ખેપ પકડી પાડી છે. જેમાં વિદેશી 15.66 લાખની કિંમતનો 551 બોટલ વિદેશી દારૂ ઝડપાયો છે. પરંતુ આ દારૂની હેરફેર માટે કિમીયો વપરાયો તે લોકોને માથુ ખંજવાળવા મજબૂર કરે છે.

ઘોડાની આડમાં દારૂ ! પોલીસે ઝડપી પાડ્યો લાખોનો દારૂ: Devbhumi Dwarka

દેવભૂમી દ્વારકા જિલ્લાની ગુનાશોધખ શાખા દ્વારા પેટ્રોલીંગ હાથધરી બાતમીના આધારે આ દારૂ ઝડપ્યો હતો. જેમાં કુલ છ શખ્યો ઝડપાયા છે તેમજ એક બનાસકાંઠાના શખ્સનું નામ ખુલ્યું છે. ગુરગઠ ગામથી દ્વારકાના માર્ગે આવેલા એક પેટ્રોલ પંપ પાસે આવેલી માલધારી હોટલ નજીક પાર્ક કરેલી બોલેરો કેમ્પરમાંથી આ દારૂ ઝડપાયો છે.

જીજે 09 એ.વી.2962 નંબરની બોલેરો કેમ્પરને જોતા ઘોડાને લઈ જતા હોય તેવું જણાય તેમ હતું. પરંતુ પોલીસે બોલેરોની તપાસ કરતા પાછળના ભાગે તળીયે એક ખાનું મળ્યું હતુ. જે ખાનામાંથી પોલીસે રૂપિયા 15 લાખનો 551 બોટલ દારૂ ઝડપ્યો હતો.

વિડીયો videoડ્રોનથી વરમાળા આવતા વરરાજાએ કર્યું એવું કે વીડિયો થયો વાયરલ

ભયાનક વેક્યુમ બોમ્બ એટલે શું ? કેવી રીતે કરે છે કામ ? અને શું છે ઉપયોગના નિયમ ?

દારૂની હેરફેર દરમિયાન બોલેરોના પાયલોટીંગ તેમજ મદદ માટે અને ડિલીવરી લેવા માટે આવેલી કાર પણ પોલીસે કબ્જે લીધી હતી. જેમાં પાયલોટીંગમ માટે જીજે 13 એનએન 9046 હ્યુન્ડાઈ I20 અને ડિલીવરી માટે આવેલી કાર જીજે 37 બી 2116 મારૂતી સુઝુકીની બલેનો  કબ્જે લઈ પોલીસે કાર્યવાહી કરી છે.

પોલીસે દેવભૂમી દ્વારકા તાલુકાના રાંગાસર ગામની સીમમાં રહેતા ડુંગરભા ગગુભા માણેક (ઉ.વ. 28), આરંભડામાં મહાવીર સોસાયટી ખાતે રહેતા અરજણ નારણભાઈ ભાન (ઉ.વ. 48), વઢવાણ તાલુકાના રતનપુર ખાતે રહેતા ધનરાજ મહેશદાન ગઢવી (ઉ.વ.32), સુરેન્દ્રનગર જિલ્લાના રહીશ અશોકસિંહ જટુભા ઝાલા (ઉ.વ. 35), બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના મોડસિંહ ભવરજી સોલંકી (ઉ.વ. 28) અને બનાસકાંઠા જિલ્લાના મહેન્દ્રસિંહ પ્રભુજી ચૌહાણ (ઉ.વ. 32) નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.

આ પ્રકરણમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગુંદરી ગામના રહીશ સુજાનસિંહ પ્રતાપસિંહ સોલંકી નામના શખ્સનું પણ નામ ખુલવા પામ્યું છે. જેથી પોલીસે ઉપરોક્ત દારૂ પ્રકરણમાં છ શખ્સોની અટકાયત કરી, ગુંદરી ગામના સુજાનસિંહ સોલંકીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Must Read