Homeગુજરાતદેવભૂમિ દ્વારકાના આ 10 ગામના ખેડૂતોએ લગાવી મદદ માટે ગુહાર

દેવભૂમિ દ્વારકાના આ 10 ગામના ખેડૂતોએ લગાવી મદદ માટે ગુહાર

-

Devbhumi Dwarka News : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પિંડારા, રણજીતપુર સહિતના 10 ગામોમાં ભારે વરસાદ (Rain)ના કારણે ખેડૂતો (Farmers) એ બે થી ત્રણ વખત કરેલ વાવણી બાદ પાક નિષ્ફળ ગયો. જ્યારે કેટલાક વિસ્તારોમાં ખેડૂતો વાવણી જ કરી ન શક્યા. જેથી આ 10 જેટલા ગામોના ખેડૂતો (Khedut) લાખો રૂપિયાનું નુકશાન ગયું છે. જેના પગલે ખેડૂતો વધુ વરસાદ બાદ સરકાર સર્વે કરી અને વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યાં છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં આવેલા પિંડારા મહાદેવીય, ગાગા, રણજીત પુર, સહિતના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હતા. તેમજ જ્યારે પાણી સુકાય ત્યારે ફરી વરસાદ થતા મોટાભાગના ખેડૂતો વાવણી ન કરી શક્યા. બીજી તરફ કેટલાક ખેડૂતોએ વાવણી કરી ત્યારબાદ પણ સતત વરસાદના કારણે બીજી વખત અને કેટલાક ખેડૂતો એ ત્રણ વખત વાવણી કરી હતી.

આમ વધારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા હોઈવાથી હાલ ખેતરોમાં પાકના બદલે ઘાસ ઉગી નીકળ્યું છે. જેથી ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આજરોજ નુકશાની ગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા સહિત કેટલાક ખેડૂતો એકઠા થયા હતા.

વધુ વાંચો- આ ખેડૂતોને નહીં ઉગારો તો વ્યાજના ચુંગાલમાં ફસાય તેવી ભીતી: રાજકોટ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા ના 10 જેટલા ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આ વર્ષે પણ કલ્યાણપુર તાલુકાના મહાદેવીય, રણજીતપુર, પિંડારા, ગાગા, ગુરગઢ, બતડીયા સહિતના 10 જેટલા ગામોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ખેડૂતો એ વાવણી કર્યા બાદ પાકના બદલે ઘાસ ઉગજ નીકળ્યું છે જેથી ખેડૂતો ને એક વીઘામાં કુલ 15 હજાર જેટલો ખર્ચ થયો અને કલ્યાણપુર તાલુકાના 10 જેટલા ગામોની હજારો હેકટર ખેડૂતોની જમીનમાં મોટાભાગના ખેડૂતોની જમીનમાં ઘાસ ઊગ્યું. તો બીજી તરફ કેટલાક ખેડૂતો વાવણી જ ન કરી શક્યા.

આથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે, જ્યારે સરકાર દ્વારા કોઈ પણ સર્વે કરવામાં આવ્યો ન હોઈ તેના કારણે ખેડૂતોને કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી. જેના કારણે ખેડૂતો હવે નુકશાનીનું વળતર મળે તેવી માંગ સરકાર પાસે કરી રહ્યા છે. સાથે-સાથે ખેડૂતો દ્વારા સરકાર પર ફક્ત વાયદાઓ કરી મોટી મોટી જાહેરાત કરી ખેડૂતોને લોભામણી વાત કરી છેતરતા હોઈ તેવો આક્ષેપ કરવામાં આવ્યો જ્યારે કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તારમાં વધુ વરસાદ થયા બાદ પણ સ્થળ પર કોઈ પણ સર્વે કરવા ન આવતા ખેડૂતો ને રોવાનો વારો આવ્યો છે. ત્યારે હવે ખેડૂતોને સરકારની સહાય પર જ નિર્ભર રહેવા અથવાતો મજૂરી કરવા મજબુર બને તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...