Homeવાયરલ ખબરભારતની આ ટેકનોલોજી બહાર ન જવી જોઈએ, ઈસ્ત્રીનો વિડીયો થયો વાયરલ

ભારતની આ ટેકનોલોજી બહાર ન જવી જોઈએ, ઈસ્ત્રીનો વિડીયો થયો વાયરલ

-

Trending video of social media : આપણા દેશમાં ટેલેન્ટની કોઈ કમી નથી. દરેકની અંદર કોઈને કોઈ અનોખી પ્રતિભા હોય છે, બસ તેને ઓળખવાની જરૂર હોય છે. ભારતીયો તેમના જુગાડ માટે વિશ્વભરમાં જાણીતા છે. ઘણી વખત લોકો દેશી જુગાડ Desi Jugaad Video દ્વારા એવી વસ્તુઓ બનાવે છે, જેને જોઈને મોટા-મોટા એન્જિનિયર પણ આશ્ચર્યચકિત થઈ જશે. આવો જ એક જુગાડ આજકાલ સોશિયલ મીડિયા પર બધાને ચોંકાવી રહ્યો છે. આ વાયરલ વિડીયો જોયા પછી તમે પણ વખાણ કરતાં થાકશો નહીં.

આજ સુધી તમે ધોબીને કોલસાથી ચાલતી ઈસ્ત્રી વડે કપડા પ્રેસ કરતા અથવા ઈલેક્ટ્રીક ઈસ્ત્રીનો ઉપયોગ કરતા જોયા જ હશે, પરંતુ હાલમાં જ વાયરલ થયેલા એક વ્યક્તિના જુગાડને જોઈને તમે પણ ચોંકી જશો. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં એક વ્યક્તિ એલપીજી સિલિન્ડર LPG Cylinder Iron થી ચાલતી ઈસ્ત્રી વડે કપડાં પ્રેસ કરતો જોવા મળી રહ્યો છે. ઈન્ટરનેટ પર લોકો આ વાયરલ વિડીયો Viral Video ના વખાણ કરતા થાકતા નથી.

42-સેકન્ડના આ વિડીયોમાં, એક માણસ કપડાં પ્રેસ માટે કોલસા અથવા ઇલેક્ટ્રિક ઇસ્ત્રી electric Ironનો નહીં, પરંતુ એલપીજી ગેસ સિલિન્ડર દ્વારા સંચાલિત ઇસ્ત્રીનો ઉપયોગ કરતો જોવા મળે છે. વિડીયોમાં Video કપડા પ્રેસ કરનાર વ્યક્તિને એક વ્યક્તિ પૂછે છે કે આ પ્રેસ સિલિન્ડરથી કેવી રીતે કામ કરે છે ? આના પર વ્યક્તિએ કહ્યું, ‘ખબર નથી, પરંતુ 4 વર્ષથી આ પ્રેસનો ઉપયોગ કરી રહ્યો છું.’

ભારતની આ ટેકનોલોજી બહાર ન જવી જોઈએ ઈસ્ત્રીનો વિડીયો વાયરલ – Trending Video Desi jugaad

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘gieddee’ નામથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લગભગ 32 હજાર વધુ લોકો જોઈ ચૂક્યા છે. તે જ સમયે, આ વિડીયોને 5 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. વિડીયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘કોઈ કહેશે કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો?’, અન્ય યુઝરે લખ્યું, ‘આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ.’

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....