Friday, May 13, 2022

વાહ… શું ભેજું છે ! ભેજાબાજ ખેડૂતનો ઠંડક માટેનો જુગાડનો વિડીયો વાયરલ: Desi Jugaad

Desi Jugaad Video Viral : જો આપને લાગતું હોય કે હવે ઈન્ટરનેટ પર જુગાડના વાયરલ વિડીયો Viral Video ખતમ થઈ ગયા છે તો આ રહ્યો વધું એક વિડીયો. આ વીડિયો આઈપીએસ અવનીશ શરણ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવતા વાયરલ બન્યો છે. આ વિડીયો જોઈ કોઈ પણ દંગ રહી જાય તેવો જુગાડ છે. ફની જુગાડ Funny લાગતો આ જુગાડ ખરેખર એક ઉપયોગી જુગાડ બની શકે તેમ છે. જેમાં ખેડૂતો માટે ઉપયોગી થ્રેસર મશીનનો ઉપયોગ લગ્ન સમારંભમાં ઠંડક પ્રસરાવવા કરાયો છે.

ટ્રેન્ડિંગ વીડિયો Video માં જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો સમીયાણા નીચે ભોજન લઈ રહ્યા છે. દરમિયાન ગરમીની સિઝન હોય દેશી જુગાડ કરી સમીયાણામાં ઠંડક પહોંચાડાય છે. જેમાં થ્રેસર મશીનનો ઉપયોગ એક કુલરની Cooler Jugaad માફક કર્યો છે. આબેહુબ વિશાળ કુલરની Air Cooler જેમ આ થ્રેસર Thresher કાર્ય કરે માટે નીચેની ભાગે પાણીની વય્વસ્થા પણ કરવામાં આવી છે.

અનાજ સાફ કરવા માટે વપરાતા થ્રેસરનો આવો ઉપયોગ તો ખુદ શોધકર્તા કે નિર્માણ કરતી કંપનીને પણ નહીં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારમાં Rural Area રહેતા લોકોની કોઠા સુઝને કારણે આ શક્ય બન્યું છે. ‘જરૂરીયાત આવિસ્કારની જનની છે’ તે સુત્રને સાર્થક કરતો આ જુગાડ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

Desi Jugaad Video Viral – ભેજાબાજ ખેડૂતનો ઠંડક માટેનો જુગાડનો વિડીયો વાયરલ

વિડીયોમાં રહેલો કુલીંગનો શાનદાર જુગાડ આપને કેવો લાગ્યો ? આ વિચાર આપને સારો લાગ્યો છે તો અન્ય મિત્રોને પણ આ લીંક મોકલો. લોકો આ થ્રેસર કુલીંગ જુગાડથી ખુબ પ્રભાવીત થઈ રહ્યા છે ત્યારે દેશમાં કેવા ભેજાબાજ નાગરીકો છે તેના વખાણ પણ થઈ રહ્યા છે.

- Advertisment -

Must Read

taj mahal contraversy allahabad high court reject application

તાજમહેલ કોણે બનાવ્યો તે નક્કી કરવાનું કામ કોર્ટનું નથી, બંધ રૂમના...

Gujarati news Live : અલાહાબાદ હાઈકોર્ટે તાજમહેલ Taj Mahal ના 22 રૂમના સર્વેની માંગણી કરતી અરજી ફગાવી દીધી છે....