Homeગુજરાતદીવમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું | Diu Gujarati News | Satyamanthan

દીવમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું | Diu Gujarati News | Satyamanthan

-

ભાવના શાહ, દીવ – ગાંધીપરા  થી બે ઓટલી સુધીનો  ભાગ  નેશનલ હાઈ વે જાહેર થયેલ હોવાથી. ગઈકાલે પ્રશાસન દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું.

દીવના બે ઓટલી વિસ્તાર થી ગાંધીપરા હોટેલ  કોહિનૂર  સુધીનો ભાગ નેશનલ હાઈવે જાહેર થયો હોવાથી  મામલતદાર ચંદ્રહાસ વાજા ના નેતૃત્વ હેઠળ ગઈકાલે પ્રશાસન  દ્વારા બે જેસીબીની મદદથી  ડિમોલિશન હાથ  ઘરવામાં આવ્યું હતુ. રોડના સેન્ટરથી રોડની બંને બાજુ 15 – 15   મીટર સુધી નો રોડ વધુ પહોળો બનાવવા નો હોવાને કારણે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જેમા બે ઓટલી ગાંધીપરા કોહિનૂર સુધી  ડી એમ સી ના પઝેશન મા આવેલા બાર  બઁગલી  મકાન તેમજ બે ખાનગી મકાનોને પણ જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. આ મકાનોને દીવ પ્રશાસન દ્વારા એક વર્ષ પહેલા નોટિસ પણ પાઠવવામાં આવી હતી. હવે જ્યારે આ મકાન તોડી પાડવામાં આવ્યા છે ત્યારે પ્રશાસન દ્વારા એવી ખાતરી આપવામાં આવી છે કે ભવિષ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાંતેઓ ને  ઘર આપવામાં આવશે.

તેમજ તેમને વળતર પણ ચુકવવામાં આવ્યુ છે. પરંતુ અત્યારે પ્રશ્ન એ છે કે આ મકાનની અંદર રહેતા ગરીબ પરિવારો નો આશરો સલવાઈ જતા તેમની પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. તો આ પરિવારો ને જ્યાં સુધી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન આપવામાં ન આવે ત્યાં સુધી પ્રશાસન દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવે તેવી પરિવાર દ્વારા માંગણી કરવામાં આવી છે. |||

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...