Homeગુજરાતરાજકોટરાજકોટના ઘંટેશ્વરમાં સરકારી જમીન પર રેસ્ટોરન્ટનું દબાણ હટાવાયું

રાજકોટના ઘંટેશ્વરમાં સરકારી જમીન પર રેસ્ટોરન્ટનું દબાણ હટાવાયું

-

રાજકોટ : રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઘંટેશ્વર વિસ્તારમાં આજરોજ તાલુકા મામલતદાર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર રોડ પાસે ઘણા રેસ્ટોરન્ટના નિર્માણ થયા છે. જેમાં સન્ની પાજી દા ઢાબાની બાજુમાં આવેલા પિરશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટ દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું.

આજરોજ રાજકોટ (Rajkot) તાલુકા મામલતદાર કે. કે. કરમટા દ્વારા ઘટેશ્વર પાસે આવેલી પરિશ્રમ ગાર્ડ રેસ્ટોરન્ટનું ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. રેસ્ટોરન્ટના નામે ઉભા થયેલા બાંધકામ આસપાસ ફેન્સિંગ કરી ગેટ બનાવી જગ્યામાં દબાણ ઉભું કર્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, સર્વે નં.79/ 1ની 800 ચોરસ વાર સરકારી જમીન પર પરિશ્રમ ગાર્ડન રેસ્ટોરન્ટના નામે ગેરકાયદેસર બાંધકામ ઉભું કરી દબાણ કરવામાં આવ્યું હતું. રેસ્ટોરન્ટે સરકારી જમીન પર ફેન્સિંગ કરી ગેટ બનાવી લેવાયો હતો. જે તંત્રને ધ્યાને આવતા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો જેથી મામલતદાર, સર્કલ ઓફિસર અને રેવન્યૂ તલાટી સહિતનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યો હતો અને 1 કરોડની જમીન ખુલ્લી કરાવી છે (demolished Illegal Construction by Rajkot Taluka Mamlatdar).

વધુ વાંચો- રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

વધુ વાંચો- આરોગ્ય વિભાગની સરાહનીય કામગીરી, વરસાદના કેર વચ્ચે 63 સગર્ભાને સુરક્ષિત કરી 47 પ્રસુતી કરાવાઈ

Must Read