Homeગુજરાતજામનગરજામનગરમાં ભીડભંજન મંદિર પાસેનો મેળો કથિત રીતે 'ગેરકાયદેસર' બંધ કરાવવા માગણી

જામનગરમાં ભીડભંજન મંદિર પાસેનો મેળો કથિત રીતે ‘ગેરકાયદેસર’ બંધ કરાવવા માગણી

-

જામનગર ન્યુઝ : જામનગરના ભીડભંજન મંદિર (Bhidbhanjan Mandir Jamnagar) પાસે ચાલતો મેળો ગેરકાયદેસર હોવાની રાવ ઉઠી છે. મહાનગરપાલિકા JMC દ્વારા સંચાલિત 16 દિવસના મેળાનું આયોજન કરવામાં આવ્યું હોય શ્રાવણી મેળાના સંચાલકો દ્વારા આ મામલે આવેદન પત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો છે.

જામનગરના મેળા (Jamnagar Mela)ના ધંધાર્થીઓ સબીરભાઈ અખાણી, નિલેશ મંગે દ્વારા એસપી કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકાને આવેદન પાઠવી ભીડભંજન મંદિર પાસે ચાલતો મેળો ગેરકાયદેસર હોય પગલા લેવા માગણી કરી છે. જામનગર મહાનગરપાલિકા JMC દ્વારા આયોજન કરવામાં આવેલા 16 દિવસના શ્રાવણી મેળમાં ધંધાર્થીઓને આ મેલો અસરકર્તા હોય બંધ કરાવવામાં માટે માગણી કરાઈ છે.

વધુ વાંચો- જામનગરમાં વેપારીના બંધ મકાનમાંથી લાખોની માલમતાની તસ્કરી

ખાનગી મેળાના મેદાનમાં સ્કૂલનું ઈમારત છે જેમાંથી વીજળીનું કનેક્શન લઈ મેળામાં વીજળી લેવાઈ રહી હોવાનો પણ આક્ષેપ આવેદનમાં જોવા મળ્યો છે. રજૂઆત કરતા ધંધાર્થીઓ જણાવે છે કે આ મેલો અંદાજે એક વર્ષથી ચાલી રહ્યો છે. તેની પાસે ફાયર એઓસી કે યાંત્રીક રાઈડ ચલાવવાની મંજૂરી નથી તેમજ વીજળી માટે પણ કોઈ એનઓસી નથી કે વિમો પણ લેવામાં નથી આવ્યો. છતાં પણ આ મેળો જામનગરમાં બેરોકટોક ધમધમી રહ્યો છે.

રજૂઆત કર્તા વેપારીઓ જણાવે છે કે મેળો સંપૂર્ણ પણે પૈસાના ઉઘરાણા કરી ગેરકાયદેસર રીતે ચાલી રહ્યો હોય તાકીદે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે. મેળાના સંચાલક યુનુસ નુરશા શાહમદાર વિરૂધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની માગણી પણ આ વેપારી દ્વારા કરવામાં આવી હતી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...