Homeરાષ્ટ્રીયઉદાહરણ/ હનુમાનજીના મંદિરના સેવાદાર યુસુફના હાથે હનુમાનજીની થઈ હતી સ્થાપના આજે પણ...

ઉદાહરણ/ હનુમાનજીના મંદિરના સેવાદાર યુસુફના હાથે હનુમાનજીની થઈ હતી સ્થાપના આજે પણ કરે છે સેવા

-

દેશમાં હાલ લાઉડસ્પીકરનો મામલો હોય કે શોભાયાત્રા જે રીતે હિંદુ-મુસ્લિમ વચ્ચે ઘર્ષણ પેદા કરવાનો પ્રયાસ અસાજીક તત્વો દ્વારા થઈ રહ્યો છે. આવું જ કંઈક દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં થયેલા તોફાનોમાં પણ છે. જહાંગીર પુરી હિંસાની આડમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી વૈમન્સ્ય ફેલાવાય રહ્યું છે. પરંતુ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં હનુમાન મંદિરના સેવાદાર યૂસુફ ભાઈચારાનું ઉદાહરણ બનીને સામે આવ્યા છે. હકિકતે યુસુફ મંદિર નિર્માણના કાર્યના એક કોન્ટ્રાક્ટર છે. મુસ્લિમ યુસુફે હનુમાનજીના મંદિર નિર્માણ કાર્યમાં પોતાનું વેતન લીધું ન હતું. એન.ડી.ટી.વી.ના અહેવાલ પરથી માહિતી મળે છે કે મંદિર બાનવવાથી લઈને વેલ્ડીંગ કરવાનું કામ તમામ યુસુફે કર્યુ છે. માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કરેલા યુસુફ છેલ્લા 10 વર્ષથી હનુમાન મંદિરના સેવાદાર તરીકે કામ કરે છે. યુસુફ બિહારના સુપૌલનો વતની છે.

અહેવાલમાં યુસુફને ટાંકીને જણાવાયું છે કે તેણે મંદિર નિર્માણમાં વેતન લીધા વગર જ સેવા કાર્ય કર્યુ છે. તેઓ મંદિરની સાર સંભાળ અને સ્વચ્છતાનું કામ કરી રહ્યા છે. તેમના મુસ્લીમ હોવાના કારણે કેટલાક લોકો એ મંદિરની સારસંભાળ રાખવાના કામ સામે વાંધો ઉઠાવ્યો હતો. અહેવાલ મુજબ તેઓ જણાવે છે કે, “હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ તફાવત નથી. લોકો ફક્ત એક મુદ્દો બનાવે છે. આવું કરવાનો કોઈ મતલબ નથી આખરે તો માત્ર નુકશાન જ થાય છે.

હનુમાનજીના મંદિરના સેવાદાર યુસુફના હાથે હનુમાનજીની થઈ હતી સ્થાપના આજે પણ કરે છે સેવા

કોર્ટના વકીલને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, જ્યારે હનુમાનજીને યુસુફ સામે વાંધો નથી તો લોકનું શું કહેવું ? તીસ હજારી કોર્ટના એક વકીલ યશપાલ સિંહને ટાંકીને જણાવાયું છ કે, અમને અહિં એક મુસ્લિમભાઈ છે તેમ ક્યારેય લાગ્યું નથી. ખાસ યુસુફભાઈની વાત કરી તો તે એક ઈજારેદાર છે, આ મંદિરના જીર્ણોદ્વાર કાર્યમાં તેમણે કામ કર્યુ છે. તે કામ માટે યુસુફભાઈએ પોતાનું દૈનિક વેતન પણ નથી લીધુ. સાથે જ આ મંદિરમાં બિરાજમાન હનુમાનજીની મુર્તીની સ્થાપના પણ યુસુફભાઈના હાથે જ કરાવમાં આવી હતી. જ્યારે હનુમાનજીને યુસુફભાઈ સામે કોઈ વાંધો નથી, તો આપણું શું થઈ શકે? ધર્મના નામે નફરતની દુકાન સજાવનારાઓએ તીસ હજારીના હનુમાન મંદિરમાં શીખવાની જરૂર છે.

Must Read