37 C
Ahmedabad

દુષ્કર્મ મામલે મંત્રી પુત્રને શોધવા જયપુર પહોંચેલી દિલ્હી પોલીસને હાથ ન લાગ્યો આરોપી, મકાન પર નોટીસ લગાવી: રાજસ્થાન

Published:

જયપુર : રાજસ્થાનના મંત્રી મહેશ જોશીના પુત્ર રોહિત જોશીની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. દિલ્હી પોલીસ રેપ કેસમાં રાજસ્થાનના મંત્રીના આરોપી પુત્રની ધરપકડ કરવા જયપુર પહોંચી છે. પરંતુ દિલ્હી પોલીસ રોહિત જોશીને શોધી શકી ન હતી. બાદમાં દિલ્હી પોલીસની ટીમે મહેશ જોશીના ઘર પર એક નોટિસ ચોંટાડીને રોહિત જોશીને 18મીએ પૂછપરછ માટે દિલ્હીમાં હાજર રહેવા જણાવ્યું હતું. ACPના નેતૃત્વમાં જયપુર પહોંચેલી ટીમમાં 15 સભ્યો સામેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી પોલીસની ટીમ આજરોજ સવારે રાજસ્થાનના જયપુર ખાતે જવા રવાના થઈ હતી. પોલીસે રોહિત જોશીની ધરપકડ માટે જે ઘર પર પહોંચી ત્યાં તે મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસ સિવિલ લાઈન્સ સ્થિત તેના પિતાના ઘર પર પહોંચી હતી. પરંતુ ત્યાં પરણ આરોપી રોહિત જોશી પોલીસને મળ્યો ન હતો. 

દુષ્કર્મ મામલે મંત્રી પુત્રને શોધવા જયપુર પહોંચેલી પોલીસને હાથ ન લાગ્યો આરોપી: રાજસ્થાન

ઉલ્લેખનીય છ કે દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનમાં 24 વર્ષીય યુવતીએ મંત્રી પુત્ર રોહિત જોશી વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 23 વર્ષીય યુવતીએ એક વર્ષમાં અનેક વખત બળાત્કાર ગુજાર્યાના આરોપ સાથે ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. સદર બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દિલ્હી પોલીસ મંત્રી મહેશ જોશીના પુત્રના ધરપકડ કરવા માટે પોલીસ રાજસ્થાનના જયપુર ખાતે પહોંચી હતી.

પોલીસે આ મામલે આઈપીસી કલમ 376, 328, 312, 366, 377 અને 506 હેઠળ ગત 8મેના રોજ એફઆઈઆર નોંધી છે. ગત વર્ષે રોહિતે યુવતી સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી.  આરોપ મુજબ બંને પ્રથમ વખત જયપુર ખાતે મળ્યા હતા બાદમાં તેણીને 8 જાન્યુઆરીના રોજ સવાઈ માધોપોર બોલાવી હતી.

યુવતી કથિત રીતે આક્ષેપ કર્યો હતો કે રોહિતે તેના ડ્રીંક કંઈક ભેળવી તેનો ફાયદો ઉઠાવ્યો હતો. ફરિયાદ મુજબ યુવતીનો આરોપ છે કે, તે બીજે દિવસે જાગી ત્યારે આરોપી રોહિતે તેને નગ્ય વીડિયો અને તસવીરો બતાવી ધમકી આપી હતી. બાદમાં આરોપી તેને દિલ્હીમાં પણ મળ્યો હતો અને તેને દબાણ પુર્વક દુષ્કૃત્ય કર્યુ હતું.

Related articles

Recent articles