Delhi Fire Video દિલ્હી : ગઈકાલે શુક્રવારના રોજ દિલ્હીના મુંડકામાં એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ભિષણ આગ લાગી હતી. આ ઘટનામાં 27 લોકોના મૃત્યુ નિપજ્યા હતા અને, 46 લોકો ઘાયલ થયા છે. આગ લાગતા અનેક લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કુદી પડ્યા હતા. આ બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ નહીં હોવાનું પણ એક અહેવાલમાં જણાવાયું છે. આ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના એન.ઓ.સી. પણ લેવામાં આવ્યા ન હોવાનું દિલ્હીના સ્વાસ્થ મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું.
દેશની રાજધાની દિલ્હીમાં પશ્ચિમ વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન Mundka નજીક આવેલી ત્રણ માળની બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. શુક્રવારે સાંજના સમયે લાગી ભિષણ આગમાં 27 લોકોની મૃત્યુની પુષ્ટી થઈ છે ત્યારે પોલીસે ઈમારતમાંથી 50 કરતા વધારે લોકોને સુરક્ષિત બહાર પણ કાઢ્યા છે. આગ લાગતા જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી નીચે કુદી રહેલા લોકોનો વિડીયો Video પત્રકાર સૌરભ શુક્લાએ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વિડીયો હ્રદય કંપાવી દે તેવો છે.
ગતરોજ મોડી રાત્રે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, 30 કરતા વધારે ફાયર ટેન્કરો મોકલી ઘટના સ્થળે આગ કાબુમાં લેવામાં આવી હતી. મુંડકા મેટ્રો સ્ટેશનના પીલર નંબર 544 પાસે 4:45 આગની માહિતી મળી હતી. પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડિંગના પ્રથમ મજલે આવેલા સી.સી.ટી.વી. કેમેરા અને રાઉટર બનાવતી કંપનીમાં આગલ લાગી હતી. આ આગ પ્રસરતા વિકરાણ રૂપ ધારણ કરી બિલ્ડિંગને ઘેરી વળી હતી.
ત્રણ માળની બિલ્ડિંગમાં આગ લાગતા ભયાનક ધુમાડાના ગોટે-ગોટા અને ઉંચી આગની લપટો જોવા મળી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાયટરની ટીમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
Delhi Fire Video વીડિયો: મુંડકામાં આગથી બચવા ઇમારતમાંથી લોકો નીચે કૂદી પડ્યા
અહેવાલ મુજબ કંપનીના માલિકોને પોલીસ કસ્ટડીમાં લીધા છે. પ્રાપ્ત વિગતો મુજબ હરીશ ગોયલ અને વરૂણ ગોયલ કંપનીના માલિક છે. બિલ્ડિંગના માલિક મનીષ લાકરા નામની વ્યક્તિને શોધી રહી છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રાત્રે 10.50 વાગ્યે ટ્વીટ કર્યું કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.