HomeમનોરંજનDear Father ગુજરાતી ફિલ્મ - 40 વર્ષ બાદ પરેશ રાવલ ડીયર ફાધરમાં...

Dear Father ગુજરાતી ફિલ્મ – 40 વર્ષ બાદ પરેશ રાવલ ડીયર ફાધરમાં જોવા મળશે

-

Dear Father Gujarati Movieગુજરાતી ફિલ્મ: કોરોના કાળ બાદ નવા ગુજરાતી ફિલ્મને જોવા ગુજરાતી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે સમયે જ ‘ડિયર ફાધર’ નું ટ્રેલર રજુ થયું હતું અને આ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર જોઈનેજ દર્શકો વાહવાહ કરવા લાગ્યા હતા.

દર્શકો ડીયર ફાધર ‘Dear Father’ ગુજરાતી મુવીને થિયેટરોમાં જોવા માટે ઉત્સુક છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, ચેતન ધાનાણી, અને માનસી પારેખ ગોહિલ દ્વારા અભિનય કરવામાં આવ્યો છે. બીજી મહત્વની વાત એ છે કે લગભગ 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં પરેશ રાવલે એન્ટ્રી થય છે. જેથી આ ગુજરાતી મુવીની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

જૂઓ વિડીયો- Video મહિલાએ ડાન્સ કરતાં-કરતાં હોશ ખોયો પછી હાસ્ય રેલાયુ

એક અંગ્રેજી અખબાર સાથેના ઇન્ટરવ્યુમાં મુખ્ય અભિનેતા ચેતન ધાનાણી, જેઓ પરેશ રાવલના પુત્ર અને વકીલની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ લોકોને ખુબજ પસંદ પડશે તેવો તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો.

Dear Father Gujarati Movie – ગુજરાતી ફિલ્મ – Paresh Raval

ચેતન ધાનાણી Chetan Dhanani

અભિનેતા ચેતન ધાનાણી Chetan Dhanani એ જણાવ્યું કે હું ‘ડિયર ફાધર’ના ટ્રેલરની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને હવે તે રિલીઝ થઈ ગયું છે. જેથી હું ખુબ ખુશ છું અને લોકો તરફથી પોઝીટીવ રીવ્યુ મળી રહ્યા છે.

મારા માટે પરેશ રાવલ સર અને માનસી પારેખ સાથે ફિલ્મમાં કામ કરવું ખૂબ જ આનંદની વાત હતી છે, હવે હું 4 માર્ચની રાહ જોઈ રહ્યો છું.

ડીયર ફાધર ‘Dear Father’ ઉમંગ વ્યાસ દ્વારા દિગ્દર્શિત છે ફિલ્મનું શીર્ષક સ્વર્ગસ્થ ઉત્તમ ગડાના મૂળ નાટક પર આધારિત છે.મુવીના ટ્રેલરમાં કોમેડી, ડ્રામા અને હત્યાના રહસ્યઓ જોઇને દર્શકોમાં ઉત્સુકતા વધારી તેને મોહિત કરી દીધા છે.

ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ Manasi Parekh ફિલ્મ ‘ડિયર ફાધર’માં પરેશ રાવલ સાથે જોવા મળશે.

માનસી એ એક અંગ્રેજી અખબારમાં જણાવ્યું કે “પરેશજીએ થોડા સમય પહેલા મને આ રોલ ઓફર કર્યો હતો જ્યારે તેઓ આ નાટક બનાવી રહ્યા હતા. પરંતુ હું કરી શકી નહીં કારણ કે, હું તે સમયે એક ટેલિવિઝન શો અને એક ગુજરાતી નાટક કરી રહી હતી. હું તારીખોને લઈને ખરેખર પરેશાન હતી.”

ફિલ્મ વિશે જણાવતી Manasi Parekh

માનસી પારેખએ જણાવ્યું ” કેટલાક વર્ષો પછી જ્યારે તેણે મને કહ્યું કે ફિલ્મ આખરે બની રહી છે અને મને પૂછ્યું કે શું હું તેનો ભાગ બનવા માંગુ છું, તો મેં તરત જ હા પાડી દીધી. હું હંમેશા તેની સાથે કામ કરવા માંગતી હતી અને મારું એક સપનું સાકાર થયું છે.

ફિલ્મ ‘ડિયર ફાધર’ 4 માર્ચે રિલીઝ થવાની છે જેની જાહેરાત અભિનેત્રી માનસી પારેખ ગોહિલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કરી હતી. આ ગુજરાતી મુવી થ્રિલ, સસ્પેન્સ અને એન્ટરટેઇનમેન્ટ આવી રહી છે. અને instagram પર ટેગ #DearFather 4 માર્ચે સિનેમાઘરોમાં તેવું પોસ્ટને કેપ્શન આપ્યું હતું.

ગુજરાતી ફિલ્મ Dear Father નું પોસ્ટર

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manasi Parekh (@manasi_parekh)

આ ગુજરાતી ફિલ્મ જોવા લોકો ખૂબ જ ઉતેજીત છે, કારણ કે તેમાં મેગાસ્ટાર પરેશ રાવલ દ્વારા અભિનય કરવામાં આવ્યો છે. પરેશ રાવલ ચાલીસ વર્ષ પછી ઢોલીવુડની ફિલ્મમાં પાછા ફરી રહ્યા છે, જેના કારણે પ્રેક્ષકોમાં રસ જાગ્યો છે.

વીડિયો : કન્યા વરને લગ્ન કરારમાં આ વસ્તુઓ ન કરવા કહે છે

કેમકે આટલા લાંબા સમય પછી ફરી તેમના પ્રિય અભિનેતા પરેશ રાવલ ગુજરાતી ફિલ્મના પડદા પર જોવા મળશે તેનો લોકો રીતસર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

‘ડિયર ફાધર’ માં પરિવારના ત્રણ સભ્યોની વાર્તા દર્શાવવામાં આવી છે પત્ની ના રોલમાં માનસી પારેખ ગોહિલ, પતિ ના રોલમાં ચેતન ધાનાણી અને પરેશ રાવલ તેમના સસરા છે.

Must Read

jayrajsinh jadeja aniruddhsinh ribda

ગોંડલમાં રાજકારણ ગરમાય તેવી સ્થિતી રીબડા જુથની પત્રકાર પરિષદનું આયોજન

Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ...