Homeરાષ્ટ્રીયશબગૃહમાં 7 કલાક સુધી રાખવામાં આવ્યો મૃતદેહ, અચાનક જીવતો થયો તો ડોક્ટરના...

શબગૃહમાં 7 કલાક સુધી રાખવામાં આવ્યો મૃતદેહ, અચાનક જીવતો થયો તો ડોક્ટરના ઉડ્યા હોશ – જાણો

-

શબગૃહમાં 7 કલાક સુધી રાખવામાં આવ્યો હતો મૃતદેહ, અચાનક જીવતો થયો તો ડોક્ટરના ઉડ્યા હોશ – Dead man found alive after 7 hrs in mortuary freezer

કેટલીકવાર એવી ઘટનાઓ બને છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. જો તમને કહેવામાં આવે કે કોઈ વ્યક્તિ મૃત્યુના સાત કલાક પછી જીવતો થયો છે, તો શું તમે તેના પર સરળતાથી વિશ્વાસ કરી શકશો? ત્યારે તમે એ જરૂર જાણવા માંગશો કે અંતે તે વ્યક્તિ સાથે શું થયું?

શું તબીબો દ્વારા મૃત જાહેર કરતા પહેલા તપાસ યોગ્ય રીતે કરવામાં આવી હતી કે નહીં? ચાલો તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં એક વ્યક્તિ મૃત્યુના 7 વર્ષ પછી જીવતો થયો.

અકસ્માત બાદ તબીબોએ મૃતદેહ જાહેર કર્યો હતો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવી જ એક ઘટના સામે આવી છે. માહિતી મુજબ, તેજ ગતિએ વાહન ચલાવી રહેલા એક શખ્સે રસ્તા પર જઈ રહેલા વ્યક્તિને જોરદાર ટક્કર મારી. આ અકસ્માત થતા ગુરુવારે રાત્રે તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. બીજા દિવસે હોસ્પિટલ સ્ટાફે લાશને ફ્રીઝરમાં રાખી હતી. લગભગ 7 કલાક પછી એક એવી ઘટના બની કે જેના વિશે કોઈ અનુમાન પણ ન કરી શકે.

Dead man found alive after 7 hrs in mortuary freezer
Dead man found alive after 7 hrs in mortuary freezer | image credit : abcnews.go.com

મૃતદેહ લગભગ 7 કલાક સુધી ફ્રીઝરમાં પડયો હતો – Dead man found alive after 7 hrs in mortuary freezer

આ મામલે પોલીસે જાણકારી આપી કે 7 કલાક સુધી મૃતદેહને ફ્રીઝરમાં રાખ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવાની વાત ચાલી રહી હતી ત્યારે મૃતકના શરીરમાં હલનચલન થતા ચકચાર મચી જવા પામી હતી. આ પછી ડોક્ટરોની ટીમે મૃતદેહની તપાસ કરી તો જાણવા મળ્યું કે વ્યક્તિ જીવિત છે. ત્યારબાદ તેને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. રિપોર્ટ અનુસાર હોસ્પિટલમાં વ્યક્તિની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે.

Dead man found alive after 7 hrs in mortuary freezer
Dead man found alive after 7 hrs in mortuary freezer | image credit : socialnews.xyz

ઈમરજન્સી ડોક્ટરોએ આ નિવેદન આપ્યું છે

હવે પીડિત પરિવારજનોએ ડોક્ટરો સામે ફરિયાદ નોંધવાની વાત કરી છે. બીજી તરફ, મુરાદાબાદના મુખ્ય ચિકિત્સક અધિકક્ષ ડો. શિવ સિંહે કહ્યું કે ઈમરજન્સી ડોક્ટરોએ સવારે ત્રણ વાગ્યે દર્દીને જોયો, ત્યારે તેનું હૃદય ધબકતું ન હતું. તેણે ઘણી વખત વ્યક્તિની તપાસ કરી હતી. તમામ તપાસ બાદ જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Dead man found alive after 7 hrs in mortuary freezer
Dead man found alive after 7 hrs in mortuary freezer | image credit : labblog.uofmhealth.org

ગુજરાતીમાં જાણવા જેવું – ભારતની આ મદદ અફઘાનિસ્તાન પહોંચાડવા પાકિસ્તાને રસ્તા ખોલ્યા

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....