Homeગુજરાતચક્રવાતી તોફાન 'શાહીન' ના કારણે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર | Cyclone shaheen Gujarat

ચક્રવાતી તોફાન ‘શાહીન’ ના કારણે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર | Cyclone shaheen Gujarat

-

ગુલાબ પછી હવે શાહીનની તબાહી, સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર

શાહીન વાવાજોડાના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદ – Cyclone shaheen Gujarat

2004 માં વિશ્વના 13 દેશો દ્વારા જે તોફાનનું નામ આપવામાં આવ્યું હતું, તે વાવાઝોડું આજે બંગાળની ખાડીમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. અરબી મહાસાગર અને હિંદ મહાસાગરમાં ઉદ્ભવતા તોફાનોને ઘણા વર્ષો પહેલા નામ આપવામાં આવ્યું હતું. શાહીન, ગુલાબ અને તેજ અગ્નિ જેવા નામો ભવિષ્યના તોફાનો માટે પસંદ કરવામાં આવ્યા હતા. હવે આમાંથી એક ચક્રવાતી તોફાન ‘શાહીન’ એ તબાહી મચાવી દીધી છે. અગાઉ ગુલાબનું તોફાન હજુ અટક્યું નહોતું કે હવે શાહીન વાવાઝોડાએ ભારતના ઘણા ભાગોમાં તબાહી મચાવી છે અને ખાસ કરીને આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકો માટે સમસ્યા બની ગયું છે.

હવામાન વિભાગે ગુજરાત, મહારાષ્ટ્રમાં આ વાવાઝોડા અંગે પહેલેથી જ ચેતવણી વ્યક્ત કરી છે. શાહીન વાવાઝોડા પર હવામાન વિભાગનું કહેવું છે કે ગુલાબ તોફાનનો એક ભાગ ઉત્તર તેલંગાણા તરફ આગળ વધ્યો છે, જેના કારણે અરબી સમુદ્ર ઉપર નવા વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. આ વાવાઝોડાનું નામ શાહીન તોફાન છે,

આ નવા દબાણને કારણે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યા બાદ તે ઓછા દબાણવાળા વિસ્તારમાં નબળું પડવાની શક્યતા છે. આ ચક્રવાત 30 સપ્ટેમ્બરની સાંજે પૂર્વોત્તર અરબી સમુદ્ર અને તેની નજીકના ગુજરાત કિનારે પહોંચવાની સંભાવના છે.

હવે ‘શાહીન’ મચાવશે તબાહી, મહારાષ્ટ્ર અને ગુજરાતને IMD એ આપી ચેતવણી

ગુજરાતના શહેરોને એલર્ટ પર મુકાયા, આશંકા છેકે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે – Heavy rain in all town in Gujarat

શાહીન ચક્રવાત હાલ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં છે અને આવનાર થોડી કલાકોમાં વેલમાર્ક લો પ્રેશન બનશે. શાહીન ચક્રવાતને કારણે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આવનાર 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એને કારણે જ માછીમારોને 4 દિવસ માટે દરિયો ના ખેડવા સુચના આપવામાં આવી છે.

Must Read