Homeગુજરાતધ્યાન રાખજો ! ઓટીપી વગર બેન્કમાંથી નાણા તફડાવતી ગેંગ ઝડપાઈ, જાણો કેવી...

ધ્યાન રાખજો ! ઓટીપી વગર બેન્કમાંથી નાણા તફડાવતી ગેંગ ઝડપાઈ, જાણો કેવી રીતે બચી શકાય

-

જાણવા જેવું ગુજરાતીમાં વલસાડ : સાયબર ક્રાઈમ [Cyber Crime]ના વધતા કેસના કારણે લોકોમાં એક અદ્રશ્ય ભય સતત રહે છે. એવામાં વલસાડ [Valsad]માં એક આંખ ઉઘાડનારી છેતરપિંડીની ઘટના સામે આવી છે. વિચિત્ર લાગે તેવી ઘટનાને અંજામ આપી ભેજાબાજ આરોપીએ રૂપિયા 5.30 લાખની રકમ બેન્કના ખાતામાંથી ઉઠાવી લીધા છે.

નિવૃત બેન્ક કર્મચારીના બેન્ક ખાતામાંથી ઓ.ટી.પી. [One Time Password] વગર રૂપિયા 5.30 લાખ ઉઠાવી લીધાની ઘટના સામે આવી છે. પોલીસ પાસે મામલો પહોંચતા પોલીસના સાયબર એક્સપર્ટ [Cyber Expert] માટે પણ આ પ્રથમ ઘટના હતી જેમાં ભેજાબાજ આરોપીએ ઓટીપી વગર જ લાખોની રકમ તફડાવી લીધી હતી. વલસાડ પોલીસે આ ઘટના સંદર્ભે દિવસો સુધી સઘન તપાસ કરતા 6 આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. મહત્વની વાત છે કે, આ કેસ મામલે બેન્કનો કર્મચારી પણ સંડોવાયેલો હોવાની માહિતી પોલીસને હાથ લાગી છે.

વલસાડના જ એક નિવૃત બેન્ક કર્મચારીએ વલસાડના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાજદિપસિહં ઝાલા પાસે ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ હતી કે બેન્ક ઑફ બરોડા [Bank Of Baroda]ના તેમના ખાતામાં રહેલા રૂપિયા 5.30 લાખની ઉચાપત થઈ છે. પોલીસે ફરિયાદ મળતા તેમના ફોનની તપાસ કરી પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયાની કોઈ માહિતી મળી ન હતી. અધિકારી પોતો અમદાવાદ સાયબર સેલના DCP તરીકે ફરજ બચાવી ચૂક્યા હોય તેમને પ્રાથમીક રીતે ઘટના અજૂગતી જણાતી હતી. કારણ કે બેન્ક ખાતામાંથી ઓટીપી જનરેટ કર્યા વગર તો ફ્રોડ કરવો ખુબ જ મુશ્કેલ હોય છે.

પોલીસે પણ આ પડકાર જનક કેસ મામલે આરોપી શોધવા કમર કસી લીધી હતી. પરિણામે પોલીસને માહિતી મળી કે આ ચીટર ગેંગ સુરત, ભાવનગર અને બોટાદથી ઓપરેટ કરી રહી છે. પોલીસે આરોપી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી હતી જેમાં સુરતનો રાહુલ ચૌહાણ, તનય બેરા, ભાવનગરનો નેવિલ રંગપરા, કેતન મકવાણા, બોટાદનો આર્તિષ ચૌહાણ અને અમરેલીનો ભાવેશ ચાવડાના નામ ખુલ્યા હતા.

આ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી આગવી ઢબે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં આરોપી કેવી રીતે આ છેતરપીડીં કરી તે સામે આવતા પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી. કારણ કે આરોપીએ પોલીસ ઈન્સપેક્ટર પી ડી જાનીએ કહ્યું કે, રાહુલ ચૌહાણે એક સીમકાર્ડ ખરીદ્યું હતું. તેણે પોતાના ફોનમાં આ સીમકાર્ડ એક્ટિવ કરતાં તેના ફોન મેસેન્જરમાં બેન્ક ઓફ બરોડાના એક ચોક્કસ ખાતાના ટ્રાન્ઝેક્શન્સના મેસેજીસ આવવા લાગ્યા હતા. આ મેસેજ દ્વારા ખાતામાં કેટલી રકમનું બેલેન્સ છે અને કેટલાનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે તે તમામ માહિતી તેને મળી રહી હતી.

ઓટીપી વગર બેન્કમાંથી નાણા તફડાવતી ગેંગ ઝડપાઈ – Cyber Crime News Valsad

પોલીસની તપાસમાં સમગ્ર કારસ્તાનનો પર્દાફાશ થયો હતો. જેમાં આરોપીઓ રાહુલ ચૌહાણે એક સીમકાર્ડ ખરીદ્યું હતું. આ સીમકાર્ડ અગાઉ વર્ષ 2013માં નિવૃત બેન્ક કર્મચારીનો મોબાઈલ નંબર હતો. તેમને સીમકાર્ડ બંધ રાખ્યું પણ બેન્ક સાથે તે નંબર લીંક હતો તેને બંધ કરાવ્યો ન હતો. આ સીમકાર્ડનો નંબર વર્ષ 2022માં રાહુલ ચૌહાણને મળ્યો હતો પરંતુ તેમાં બેન્કના ટ્રાન્ઝેક્શનના મેસેજ આવી રહ્યા હતા. જે મેસેજ ફરિયાદીના ખાતામાં થતા ટ્રાન્ઝેક્શનના હતા. તેમાં લાખો રૂપિયા હોવાની જાણકારી મળતા રાહુલ ચૌહાણે અન્ય આરોપીને જાણ કરી હતી તેને આ રૂપિયા કેમ ઉપાડી લેવા તે દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું.

આ આરોપીઓના એક સંબંધી કનુભાઈ અમરેલીની બાબરામાં આવેલી બેન્ક ઓફ બરોડા બ્રાન્ચમાં નોકરી કરતાં હતા. તેમણે કનુભાઈને વાત કરતાં તેમણે જણાવ્યું કે, તમે મોબાઈલ અને સીમકાર્ડ લઈ બાબરા આવી જાઓ. આથી આરોપીઓ મોબાઈલ લઈ બાબરા પહોંચ્યા હતા. જ્યાં બેન્ક કર્મચારી કનુભાઈ અને બ્રાન્ચ મેનેજરે રાહુલના ફોનમાં બેન્ક ઓફ બરોડાની એપલીકેશન ડાઉનલોડ કરી આપી હતી જેમાં યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ નંબર થકી જનરેટ થતાં પાંચ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા.

આ ઘટના પરથી સમજી શકાય છે કે જ્યારે સીમકાર્ડ બંધ કરાવીએ ત્યારે બેન્ક સહિતની દરેક જગ્યાએ જ્યાં નંબર લીંક કરાવ્યો હોય તેને દૂર કરાવી દેવો જોઈએ. જેના કારણે આ પ્રકારની ઘટનાથી બચી શકાય છે.

Must Read