Homeમનોરંજનહપ્તે મોબાઈલ લઈ વેચાણ કરતી છેતરપીંડી કરી ગેંગ લાગી આણંદ સાયબર ક્રાઈમને...

હપ્તે મોબાઈલ લઈ વેચાણ કરતી છેતરપીંડી કરી ગેંગ લાગી આણંદ સાયબર ક્રાઈમને હાથ

-

Cyber Crime News Gujarati આણંદ : આણંદ પોલીસે ઓનલાઈન છેતરપીંડીના કેસમાં ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ડિજિટલ ભારતમાં સાયબર ક્રાઈમની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે પોલીસ સામે પણ નવો પડકાર પેદા થયો છે. એવામાં આણંદ પોલીસ ઓનલાઈન છેતરપીંડી કેસના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપી ઓનલાઈન શોપિંગ એપની આડમાં લોકોને છેતરી રહ્યાં હતા.

ઓનલાઈન ફ્રોડના વધતા કિસ્સા વચ્ચે આણંદ પોલીસના DySP બી. ડી. જાડેજાએ પોલીસને ડેટા એનાલિસિસ કરવાનું જણાવ્યું હતું. શોપિંગ વેબસાઈટના ડેટાના એનાલિસ પરથી તારણ મળ્યું કે કેટલાક લોકો ફ્લિપકાર્ટ શોપિંગ સાઈડમાં ખોટા આઈ.ડી. બનાવી છેતરપીંડી કરી રહ્યાં છે. આરોપીઓ ખોટા આઈડી મારફતે મોબાઈલ ફોન ખરીદી અને વેચાણ કરી નાખતા હતા. આ મામલે પોલીસે નિલેષ લખવાણી, મહેબૂબ વ્હોરા ને ઈમરાન વ્હોરાની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હજૂ બે આરોપી ફરાર હોય શોધખોળ ચાલી રહી છે.

આરોપીઓ દ્વારા ઓનલાઈન શોપિંગ સાઈટ ફ્લિપકાર્ટ પરથ બોગસ આઈડી બનાવી ઓનલાઈન EMI વાળા ફોન ખરીદી કરવામાં આવતા હતા. બાદમાં આ ફોનને બજારમા વેચાણ કરી દેવાતા હતા. પરંતુ થોડા મહિના બાદ EMI નહીં ભરવામાં આવતા કંપની દ્વારા ફોન લોક કરી દેવામાં આવે છે. બાદમાં તેઓ ફોનને અનલોક કરવા માટે આરોપી ગ્રાહકો પાસેથી પૈસા લેતા હતા.

આ વાત આણંદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવતા પોલીસ ઈન્સ્પેકટર એલ.ડી. ગમારા અને તેમની ટિમે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Must Read