36 C
Ahmedabad

નડતા ક્લાર્કને દુર કરવા બન્યો સી.આર. પાટીલ અને પછી શું થયું વાંચો…

Published:

Cyber Crime news in Gujarati અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીની ધરપકડ કરાઈ છે. સાયબર ક્રાઈમ દ્વારા ઓનલાઈન કે ઈન્ટરનેટના માધ્યમથી થતા ગુના મામલે કાર્યવાહી થતી હોય છે. જેમાં મોટાભાગે સાયબર હેકર, ઓનલાઈન છેતરપિંડી કે ઉચાપત જેવા કેસ નોંધાતા હોય છે. પરંતુ આ કેસ થોડો અલગ છે. આ કેસમાં આરોપીએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ (Fraud Call) તરીકે એક અધિકારીને ફોન કર્યો હતો. આરોપીએ અધિકારીને ફોનમાં પાટીલ તરીકે ઓળખ આપી ક્લાર્કની બદલી કરી દેવાની સૂચના આપી હતી.

આરોપીએ પાટીલના નામે ફોન કર્યાની જાણ થતા ભાજપના સોશિયલ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ સાયબર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે. ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ કરેલી ફરિયાદ પ્રમાણે, રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એન. જી. શીલુને એક ફોન આવ્યો હતો. આ ફોન કોલમાં પહેલા એક વ્યક્તિએ જણાવ્યું કે સી. આર. પાટીલનો પીએ વાત કરું છું, સાહેબ વાત કરશે. આમ બીજા વ્યક્તિએ ભાજપના પ્રમુખ પાટીલ (BJP President CR Patil)ની ઓળખ આપી કહ્યું કે, અમરેલીમાં કામ કરતો ક્લાર્ક કુલદીપ વહિવટી કામમાં કોન્ટ્રાક્ટર અને આઉટસોર્સિંગના સ્ટાફને પરેશાન કરે છે. જેથી તાત્કાલિક ત્યાંથી હટાલી દો.

આ પ્રકારનો ફોન આવતા અધિકારી પણ ચોંકી ગયા હતા. તેમણે ફોન આવ્યો હતો તે નંબર ટ્રુ કોલર નામની એપ્લિકેશનમાં ચેક કરતા તે સી.આર. પાટીલનું નામ બતાવતી હતી. આ જાણ ભાજપના મીડિયા સેલન યજ્ઞેશ દવેને થતા તેમણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી.

યજ્ઞેશ દવેની ફરિયાદના આધારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના PI એમ.એચ.પુવાર અને તેમની ટિમ દ્વારા ભરત વાઘાણી નામના વ્યક્તિની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વ્યક્તિ પોતે આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટર છે અને પોતાને નડતાં ક્લાર્કને હટાવવા માટે તેણે આવો કોલ કર્યો હતો.

Related articles

Recent articles