Homeરાષ્ટ્રીયજુઓ વિડીયો - શહીદ સાથીદારની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચ્યા CRPF...

જુઓ વિડીયો – શહીદ સાથીદારની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચ્યા CRPF જવાન

-

શહીદ સાથીદારની બહેનના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા પહોંચ્યા CRPF જવાન, આ જવાનોને દિલથી સલામ – CRPF Jawans Attend Wedding Of Martyred Soldiers Sister janva jevu

આપણે બધાં જાણીએ છીએ કે સેનાના જવાનોનું જીવન સરળ નથી હોતુ. પોતાના જીવને હથેળી પર લઈને સૈનિકો દેશ રક્ષાની ફરજ બજાવે છે. સ્વયંના અને તેના પ્રિયજનોના જીવન કરતાં એક જવાન માભોમની રક્ષાને વધુ મહત્વ આપે છે અને આવું બલિદાન આપવું દરેક વ્યક્તિની વાત નથી હોતી. જેમાં સૈનિકો શહીદી મેળવીને અમર બની જાય છે પરંતુ તેમનો પરિવાર તેમની પાછળ રહી જાય છે. CRPF કોન્સ્ટેબલ શૈલેન્દ્ર પ્રતાપ સિંહ ગયા વર્ષે કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓનો સામનો કરતી વખતે શહીદ થયા હતા.

CRPF Jawans Attend Wedding Of Martyred Soldiers Sister janva jevu
CRPF Jawans Attend Wedding Of Martyred Soldiers Sister janva jevu | image credit : abplive.com

ઉત્તર પ્રદેશના રાયબરેલીના શહીદ જવાન શૈલેન્દ્રની બહેન જ્યોતિના લગ્ન નક્કી થયા હતા. ત્યારે જ્યોતિના લગ્નમાં ભાઈની ફરજ નિભાવવા માટે ઘણા CRPF જવાન પહોંચ્યા હતા. CRPF જવાનોએ જ્યોતિના લગ્નમાં શૈલેન્દ્રના હસ્તે જે વિધિ કરવાની હતી તે તમામ વિધિઓ કરી હતી. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો જોઈને કોઈપણની આંખો ભીની થઈ જશે.

સોમવારે ઘણા CRPF જવાનો યુનિફોર્મમાં લગ્નમાં ઉપસ્થિત રહેતા લગ્નમાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. સીઆરપીએફ જવાનોએ ન માત્ર લગ્નમાં હાજરી આપી હતી પરંતુ એ પણ ખાતરી આપી હતી કે જ્યોતિ તેમના શહીદ ભાઈની કમી મહેસૂસ ન કરે. આ માટે સૈનિકોએ જ્યોતિને ભેટ આપી અને તેમને ‘ફૂલની ચાદર’ની છાયામાં લગ્ન મંડપ સુધી લઈને ગયા હતા.

CRPF Jawans Attend Wedding Of Martyred Soldiers Sister janva jevu
CRPF Jawans Attend Wedding Of Martyred Soldiers Sister janva jevu | image credit : newsology.in

કોન્સ્ટેબલ શૈલેન્દ્ર પ્રતાપ સિંહના પિતાએ કહ્યું કે, ‘મારો પુત્ર હવે આ દુનિયામાં નથી પરંતુ CRPF જવાનના રૂપમાં મારા ઘણા પુત્રો છે જે સુખ-દુઃખમાં અમારી સાથે ઉભા રહે છે.’

Must Read