Homeગુજરાતફિલ્મી સ્ટાઈલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુલમો કરી આરોપી અને મુદ્દામાલ ઉઠાવી...

ફિલ્મી સ્ટાઈલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુલમો કરી આરોપી અને મુદ્દામાલ ઉઠાવી ગયા: વડોદરા

-

Latest News Today વડોદરા Vadodara: રાજ્યમાં સ્ટેટ મોનિટરિંગ સેલ થોડા દિવસથી ખુબ જ એકટીવ થઈ હોય તેમ જણાય છે. મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય Nirlipt Rai ની નિમણૂંક બાદ તુરંત જ એક નંબર પણ જાહેર કરી ગેરકાનુની પ્રવૃત્તિની માહિતી મોકલવા લોકોને સરળતા કરી દેવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરાના સમા વિસ્તારમાં આવેલ ઉર્મી સ્કૂલ પાછળ ઝૂપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસ પર બૂટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો પોલીસે જપ્ત કરેલા દારૂના જથ્થા સાથે બૂટલેગરને પણ ઉઠાવી છટકી ગયા હતા. મધરાતે દરોડામાં થયેલા ફિલ્મી સ્ટાઈલ હુમલા બાદ 8 લોકો સાથે ટોળા વિરૂધ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

વડોદરા/ સ્ટેટ મોનિટરિંગ સેલ પર હુલમો કરી આરોપી અને મુદ્દામાલ ઉઠાવી ગયા

ગઈકાલે મધરાતે વડોદરાના સમા વિસ્તારમાં દારૂના અડ્ડા પર ત્રાટકેલી મોનિટરીંગ સેલ પર હિચકારો હુમલો થયો હતો. જેમાં દક્ષિણ ભારતના ફિલ્મ ‘પુષ્પા’ ની માફક ગુરકાનુની માલને પોલીસને હાથ ન લાગે તેમ નાસી જવાની ઘટના બની છે. બૂટલેગરના પરિવારે અને તેના મળતીયાઓ એ મળી મોનિટરિંગ સેલ પર હુમલો કરી નાસી જવાની તરકીબ અજમાવી હોવાની વાત સામે આવી છે.

શહેરમાં ગેરકાયેદસર રીતે દારૂના વેપાર સાથે સંકળાયેલા દિલીપ ડામોર અને તેની સાથે એક શખ્સને મોનિટરીંગ સેલે દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. દરમિયાન સ્થાનિક પોલીસની પહેલા પહોંચેલા બૂટલેગરના પરિવારના સભ્યો સાથેના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પથ્થર વડે હુમલો કરી અટકમાં રહેલા બે શખ્સોને ભગાવી સાથે દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો હતો. જેના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના હાથમાંથી દારૂનો જથ્થો અને આરોપી જતા રહ્યા હતા.

ટોળાએ કરેલા હુમલામાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફને સામાન્ય ઈજાગ્રસ્ત કર્યા હતા, જ્યારે કારના કાચનું કચ્ચરઘાણ કાઢી નાખ્યું હતું. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધી છે.

દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સમા પોલીસ સ્ટેશને પણ જાણ કરી વધુ સ્ટાફ બોલાવી લીધો હતો. પરંતુ અચાનક જ પોલીસ પહેલા આવી ચડેલુ ટોળું સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફ પર ત્રાટકી પડ્યું હતું. ઝડપાયેલા આરોપી દિલીપ ડામારે ટોળાને બુમ પાડી કહ્યું કે ધીરજભાઈ મને પોલીસે પક્ડી લીધો છે, બાદમાં ટોળાએ ટીમ પર પથ્થર ફેંકવાની શરૂઆત કરી દિધી હતી. ટોળાને સ્ટેટ મોનિટરિંગ સેલે ઓળખ આપી હતી અને ગાંધીનગરથી આવ્યાનું કહ્યું હતું પણ તે સાંભળીને ટોળું વધારે ઉશ્કેરાયુ હતુ. અને સાલાઓને મારો મારો એવી બૂમો સાથે પથ્થરો ફેંકી હુમલો કરવા લાગ્યા હતા.

ઝડપાયેલો દારૂનો જથ્થો કોર્ડન કરી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાખ્યો હતો. દરમિયાન ટોળાએ લાકડીના પ્રહારો શરૂ કર્યા હતા. જેમાં પી.એસ.આઈ. રાઠવા સહિતના કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે જ ટૂ-વ્હિલ પર બે વ્યક્તિઓ આવી ટોળાને ઉશ્કેરણી કરવા લાગ્યા હતા.હુમલાની ઘટના બાદ સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો અને તેણે હુમલો કરનારાં ટોળા અને લોકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે તેમને દારૂનો જથ્થો કે હુમલાખોર હાથ લાગ્યા ન હતા. જેથી સમા પોલીસે આ મામલે આરોપીઓની બે મોબાઇલ અને પાકીટ જપ્ત કરી આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી ફરાર શખસોને શોધવાની કામગીરી શરૂ કરી છે.

Click Here For Watch Viral Funny Video :

વાયરલ વીડિયોના ગુજરાતી સમાચાર

નાચતા-નાચતા ફાયરિંગની ગોળી માસુમ બાળકની આંખમાં વાગીવિડીયો

હિટ એન્ડ રન/પુરપાટ ઝડપે આવતી BMW કાર ડિવાડર કુદી સ્કૂટી ચાલક પર ફરી વળી

Must Read