Homeમનોરંજનડ્રોનને હવામાં ઉડતા જોઈને કાગડાએ કર્યો હુમલો, જુઓ વિડીયો

ડ્રોનને હવામાં ઉડતા જોઈને કાગડાએ કર્યો હુમલો, જુઓ વિડીયો

-

ડ્રોનને હવામાં ઉડતા જોઈને કાગડાએ ચાંચ મારીને કર્યો હુમલો,પછી જે થયું તે જોવા લાયક છે – Crow attacked the flying drone in the air

તમે પક્ષીઓ અથવા વિમાનોને ખુલ્લા આકાશમાં ઉડતા જોયા હશે, પરંતુ હાલના દિવસોમાં કેટલાક દેશોમાં ડ્રોન દ્વારા ફૂડ ડિલિવરી પણ કરવામાં આવી રહી છે. આકાશમાં પક્ષીઓ પણ આ ડ્રોન જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આખરે તે શું છે? આવો જ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો, જ્યારે અચાનક એક પક્ષીએ ઉડતા ડ્રોન પર હુમલો કર્યો. આનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વીડિયો આ સપ્તાહનો છે. એક ગ્રાહકે એર ડિલિવરી દ્વારા ખોરાકનો ઓર્ડર આપ્યો, તે તેના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો અને અચાનક તેણે એક આશ્ચર્યજનક ઘટના જોઈ.

તેના ઓર્ડરની રાહ જોઈ રહેલા ગ્રાહકે જોયું કે કાગડા દ્વારા ડ્રોન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. પક્ષી જેવો ડ્રોન પર હુમલો કરતો હતો કે તરત જ તેણે પોતાના મોબાઇલ કેમેરામાં બધું રેકોર્ડ કરી લીધું. ડ્રોન કદમાં તે કાગડા કરતાં મોટું હતું. કાગડાએ તેની ચાંચથી ડ્રોન પર હુમલો કરવાનું શરૂ કર્યું. જો કે, જ્યારે કાગડાને સમજાયું કે વારંવાર ચાંચ મારવાથી ડ્રોનમાં કોઈ ફરક પડતો નથી, તો તે ત્યાંથી ઉડી ગયો અને ડ્રોને ફૂડ ડીલીવર કર્યું. આ દરમિયાન હાજર વ્યક્તિ આ ક્ષણને પોતાના મોબાઇલમાં કેદ કરવામાં સફળ રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં ડ્રોન ફૂડ ડિલિવરી શરૂ થઈ છે
જણાવી દઈએ કે ‘વિંગ’ સાથે ભાગીદારીમાં, ગૂગલે ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં એર ડિલિવરી સેવા શરૂ કરી છે. ડ્રોન ડિલિવરીમાં કોફી, ખોરાક, દવા અને હાર્ડવેરનો સમાવેશ થાય છે. જો કે, પક્ષીઓના ડ્રોન સામેના આવા વર્તનને કારણે કેનબેરાની આસપાસના વિસ્તારોમાં ડ્રોન સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરીમાં ‘વિંગ’ રજૂ કરવામાં આવી હતી અને તાજેતરના COVID-19 લોકડાઉન દરમિયાન 10,000 ડિલિવરી સાથે ઝડપથી લોકપ્રિયતા મેળવી હતી. ‘વિંગ’ દાવો કરે છે કે તેમના ડ્રોન દ્વારા ક્યારેય કોઈ પક્ષીને નુકસાન થયું નથી.

Must Read