રાજકોટ : રાજકોટના સાતડા ગામની સીમમાં ગતરોજ તારીખ 18ની રાત્રીના સમયે શહેર ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી ઘોડી-પાસાનો જુગાર ઝડપી પાડ્યો હતો. સાતડા ગામની સીમમાં આવેલી વાડીમાં ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) દરોડો કરતા જુગારીઓમાં નાસભાગ મચી હોવાના અહેવાલ મળ્યા હતા.
સાતડા ગામની સીમમાં વાડીમાં ચાલતા ઘોડી-પાસાના જુગાર પર ક્રાઈમ બ્રાન્ચે દરોડો કરી રૂપિયા 1 લાખ 51 હજાર રોકડ સહિત રૂપિયા 1.74 લાખના મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 6 આરોપીને ઝડપી ધરપકડ કરી હતી જ્યારે અન્ય 6 આરોપીની શોધખોળ ચાલી રહી છે
પકડાયેલા આરોપીઓ
- મુકેશભાઈ લક્ષ્મીદાસ કોટક, ઉંમર વર્ષ 61, રેહવાસી રાજકોટ
- બશીર ઉર્ફે કાળો હુશેનભાઈ જેસાણી, ઉંમર વર્ષ 38, રહેવાસી રાજકોટ
- રજાકભાઈ નુરમામદભાઈ ચુડાસમા, ઉંમર વર્ષ 54, રહેવાસી રાજકોટ
- કરશનભાઈ લખમણભાઈ પડેશા, ઉંમર વર્ષ 52 રહેવાસી રાજકોટ
- સુલતાનભાઈ હારૂનભાઈ જાફરાણી, ઉંમર વર્ષ 31, રહેવાસી રાજકોટ
- સિકંદરભાઈ દિલાવરભાઈ બ્લોચ, ઉંમર વર્ષ 36, રહેવાસી રાજકોટ
પકડવાના બાકી આરોપીઓ
- દિલીપભાઈ હમીરભાઈ પડેશા, રહેવાસી રાજકોટ
- ભુરો દેવીપુજક, રાજકોટ
- ઈબ્રાહિમ ઉર્ફે ઈભલો કરીમભાઈ કાથરોટીયા, રહે રાજકોટ
- કરણ કાઠી ઉર્ફ જીણો દડુભાઈ ચાવડા, રાજકોટ
- વિપુલભાઈ ભીમભાઈ ગઢવી, રહેવાસી બોટાદ
- બોબી સંધી, રહેવાસી રાજકોટ
કબ્જે કરેલ મુદ્દામાલ
- રોકડ રકમ રૂપિય 1 લાખ 51 હજાર 500
- મોબાઈલ નંગ 5
- ઘોડીપાસા નંગ 2