Homeગુજરાતઅંકલેશ્વરની બેંક લૂંટના આરોપી પકડવા પોલીસનું દીલધડક એન્કાઉન્ટર; પોલીસે આ રીતે પકડ્યા...

અંકલેશ્વરની બેંક લૂંટના આરોપી પકડવા પોલીસનું દીલધડક એન્કાઉન્ટર; પોલીસે આ રીતે પકડ્યા આરોપી

-

ભરૂચ ન્યુઝ : ગતરોજ તારીખ 4 ઓગસ્ટના રોજ અંકલેશ્વરની યુનિયન બેંક (Ankleshvar Union Bank Loot Case)માં બંદૂકની અણીએ 44 લાખની લૂંટનો બનાવ નોંધાયો હતો. 5 આરોપીઓ બેંકમાં લૂંટ ચલાવી નાસી છૂટ્યા બાદ રસ્તામાં જ પોલીસ સાથે ભેટો થઈ ગયો હતો. પોલીસ અને લૂંટારાઓનો ભેટો થતા ઘમાસાણ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ અને આરોપીઓ સામ-સામે ફાયરિંગની પણ ઘટના બની હતી. જેમાં એક આરોપી પોલીસની ગોળીથી ઈજાગ્રસ્ત બનતા પકડાયો હતો. પોલીસ માટે પકડાયેલો આરોપી અન્ય આરોપીઓ સુધી પહોંચવા મહત્વની કડી બન્યો હતો.

બેંક બંધ થવાની તૈયારી હતી ત્યારે જ લૂંટારા (Robbers) બેંકમાં ઘુસી રૂપિયા 44 લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા. લૂંટની રકમ ભરેલા થેલા લઈ નાસી રહેલા આરોપીઓને ગેટ બહાર જ સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે થયો હતો. તેમની સાથે આરોપીઓએ ઝપાઝપી કરી હતી અને બંદૂક બતાવી ડરાવ્યા હતા પણ ધરમેન્દ્રસિંહે રોકડ ભરેલા 2 થેલા છોડાવવામાં સફળતા મેળવી હતી.

પોલીસ કન્ટ્રોલને જાણ થતા જ મેસેજ આપવામાં આવ્યા હતા. દરમિયાન બાઈક પર નાસી રહેલા આરોપીઓને મહાવિર ટ્રેનિંગ નજીકમાં અન્ય તપાસમાં રહેલા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પર આરોપીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યુ હતું. આ તકે પોલીસ અને આરોપી વચ્ચે સામે-સામે ગોળીબાર થયો હતો. આમ ભર બજારે એન્કાઉન્ટરના દ્રશ્ય સર્જાયા હતા.

આ મુઠભેડમાં પોલીસ અધિકારી કરણસિંહ મંડોરા, સબ ઇન્સ્પેકટર નરેશ પાંચાણી, જે એમ ભરવાડ જયદીપસિંહ જાદવ,  મિતેષ સકુરિયાં અને પાંચ લૂટારાઓ વચ્ચે ભર બજારે એન્કાઉટર શરૂ થયુ હતું. પોલીસે આરોપીનો પીછો કરી રાજપીપળા ચોકડી પાસે પહોંચતા ફરી મુઠભેડ સર્જાઈ હતી. જેમાં પણ બંને પક્ષે ફાયરિંગ થયા હતા. જ્યાંથી કરણસિંહ મંડોરાએ ઈજાગ્રસ્ત થયેલા આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે 4 લૂંટારા નાસી ગયા હતા.

પકડાયેલા આરોપી પપ્પુએ પોલીસ તપાસમાં પોતે અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા હોવાની માહિતી આપી હતી. જ્યારે અન્ય આરોપીઓને પકડી પાડવા આખી રાત ઓપરેશન ચલાવી સમગ્ર વિસ્તાર ઘમરોળી નાખ્યો હતો. જે ઓપરેશનમાં પોલીસને હાથ 4 આરોપી પકડાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ, પકડાયેલો આરોપી પપ્પુએ બાદમાં પકડાયેલા આરોપીઓને બિહારથી બેંક લૂટ માટે અંકલેશ્વર ખાતે બોલાવ્યા હતા. પોલીસે એક મકાનના શૌચાલયમાં છુપાઈને બેઠેલા આરોપીઓને પકડી સફળતા પુર્વક ઓપરેશન પાર પાડ્યુ હતું. આ કાર્ય બદલ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ પોલીસને અભિનંદન પાઠવી બીરદાવવામાં આવ્યા હતા.

વધુ વાંચો- સોની વેપારીના અપહરણર્તા આરોપીને દિલધડક રીતે પકડી પાડતી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...