Crime News in Gujarati અમદાવાદ : રાજ્યમાં દારૂબંધીની અમલવારી સંતોષકારક રીતે નહીં થવા પાછળનું કારણ ભ્રષ્ટાચાર છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના કર્મચારીઓને દારૂકાંડ મામલે ઝડપી પાડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટના હજૂ તાજી છે ત્યાં પોલીસે દારૂના કેસમાં માર નહીં મારવાની લાંચ Bribe પેટે રૂપિયા માંગ્યાનો મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનમાં એક દેશી દારૂના કબજા મામલે ગુનો દાખલ થયો હતો. જે કેસમાં આરોપીને કથિત રીતે ઝડપથી કોર્ટમાં રજૂ કરવા અને માર નહીં મારવા માટે આરોપીને રૂપિયા 44 હજારની માંગણી પોલીસ કર્મચારી Police Head Constable દ્વારા કરવામાં આવી હતી. ભ્રષ્ટાચાર કઈ રીતે રાજ્યમાં વ્યાપી રહ્યો છે તેનો આ ઉદાહરણ રૂપ કિસ્સો પણ કહી શકાય તેમ છે.
ભ્રષ્ટાચાર- દેશી દારૂના કેસમાં લાંચ માંગતો પોલીસ કર્મચારી ઝડપાયો: અમદાવાદ
આરોપી પાસેથી રૂપિયા 44 હજારની માંગણ કરનાર પોલીસ કર્મચારી વિપુલ મનુભાઈ દંતાણી અસલાલી પોલીસ સ્ટેશન Aslali Police Stationની બારેજા પોલીસ ચોકીમાં હેડ કોન્સેટબર તરીકે ફરજ બજાવે છે. આરોપી હેડ કોન્સ્ટેબલ વિપુલ મનુભાઈ દંતાણીને ફરિયાદીએ રૂપિયા 20 હજાર અગાઉ ચૂકવી દીધા હતા. બાકીના રૂપિયા 24 હજાર આપવા માટે આજનો વાયદો કરવામાં આવ્યો હતો.
ફરિયાદીએ ભ્રષ્ટકર્મચારીની ફરિયાદ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 (ACB Toll Free Number) પર કરતી હતી. એ.સી.બી.એ ફરિયાદ મળતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું. અને જેમાં બાકી રહેતી 24 હજારની રકમ લેતા રંગેહાથ હેડ કોન્સ્ટેબલ વિપુલ દંતાણીને ઝડપાયો હતો. આરોપી વિપુલ હેતુલક્ષી વાતચીત કરી અને માંગેલી રકમ સ્વિકારતા એ.સી.બી.ની ટ્રેપમાં ફસાયો હતો. જે મામલે આરોપીને ઝડપી એ.સી.બી. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.