Homeગુજરાતરાજકોટવિધિથી ડબલ રૂપિયા કરતી ટોળકી પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો કારસ્તાનનો પર્દાફાશ

વિધિથી ડબલ રૂપિયા કરતી ટોળકી પકડી રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કર્યો કારસ્તાનનો પર્દાફાશ

-

રાજકોટ સમાચાર : રાજકોટના આંગડિયા પેઢીમાં નોકરી કરતા જોરૂભા જીવાજી દરબારને ગત તારીખ 26 જૂલાઈના રોજ વિધિ કરી પૈસા ડબલ કરી આપવાની લાલચ આપી રૂપિયા 11 લાખની છેતરપિંડીનો શિકાર બનાવી ટોળકી ફરાર થઈ હતી. આ કેસના 3 આરોપીની રૂપિયા 11 લાખની રોકડ સાથે ગઈકાલે તારીખ 29 જૂલાઈના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch) પકડી પાડ્યા હતા. જ્યારે હજૂ 4 આરોપીની શોધખોળ ચાલુ છે.

ઘટનાની વિગત એવી છે કે, રાજકોટની આંગડિયા પેઢીમાં નોકરી કરતા જોરૂભા જીવાજી દરબારને ઠગ ટોળકી દ્વારા રૂપિયા 11 લાખની ઠગાઈનો શિકાર બનાવવામાં આવ્યા હતા. જોરૂભા જીવાજીને એકાદ વર્ષ પહેલા મળેલા ભરતજીએ વિધિ કરી પૈસા ડબલ કરી આપતા માતાજીની વાત કરી હતી અને ત્યાંથી શરૂ થયેલો ખેલ ઠગ ટોળકીએ 26 જૂલાઈના રોજ પાર પાડ્યો હતો. આ ટોળકી વિરૂધ્ધ જોરૂભાએ રાજકોટના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. રૂપિયા 11 લાખ વિધિમાં મુકો તેમ કહી જોરૂભાને બીજા રૂમમાં મોકલી બહારથી દરવાજો બંધ કરી આરોપી લતાબેન ઉર્ફે માતાજી સહિતની ટોળકી નાસી ગઈ હતી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

વધુ વાંચો- ભગતસિંહ કે ભગવાન માફ નહીં કરે યુવાને રડાવી દે તેવી સુસાઈડ નોટ લખી કરી આત્મહત્યા: ગોંડલ

11 લાખની રકમની છેતરપિંડીના આરોપીઓમાંથી માતાજી સહિત 3ને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. પોલીસે ઠગ ટોળકીની આગવી ઢબે પુછપરછ કરતા અગાઉ કરેલી ઠગાઈના કારસ્તાન પણ પોપટની જેમ આરોપીઓ જણાવવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઠગાઈ કરવા માટે પહેલ ગ્રાહકને વિશ્વાસમાં લેતા અને રૂપિયા ડબલ કરવાની લાલચ આપતા હતા. બાદમાં માતાજી વિધિ કરી આપશે તેમ જણાવી લતાબેન ઉર્ફે માતાજીની મુલાકાત કરાવતા હતા. આ માતાજીની વિધિ માટે બે મીટર સફેદ કાપડ, 2-3 કિલો ગુલાબના ફૂલ અગરબતિ, ચવાણું, પેંડા, પાણીની બોટલ અને સીગારેટનું પેકેટ હાજર રાખવાનું ગ્રાહકને જણાવતા હતા.

આ રીતે થતી વિધિના નામે ઠગાઈ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ધતિંગ લીલા કરી છેતરપિંડી કરતી લતાબેન ઉર્ફે માતાજીની ટોળકી જેતે ગ્રાહકના ઘરે જઈ કોઈની અવર-જવર ન હોય ત્યાં વિધિનો સામન માગવી કપડા પર ફૂલ પાથરી અગરબતિ કરી પૈસા મુકાવી દેતી હતી. ગ્રાહક પૈસા મુકે અટલે ધતિંગ ટોળકીની માતાજી કેટલા રૂપિયા જોઈએ છે તેમ પુછે અને બાદમાં થોડી વાર દરવાજો બંધ કરી બહાર જવાનું કહેતી. આ દરમિયાન તે મોટા વાસણમાં કે જે તે પહેલા જ મંગાવતી હોય છે તેમાં ફૂલ ભરી ઉપર પૈસા ગોઠવી અને આખુ વાસણ પૈસાથી ભરાઈ ગયું છે તેવું બતાવવા પ્રયાસ કરી અને ગ્રાહકને જણાવતી કે આ વાસણ ત્મારે પાંચ દિવસ અડવાનું નથી. આ વાસણને રોજ અગરબતિ કરજો અને પછી તેને ખોલી નાખજો અને ડબલ થયેલા રૂપિયા લઈ લેજો. કેટલીક વખત ઠગ ટોળકી ગ્રાહકે બીજા રૂમમાં જવાનું કહી બહારથી દરવાજો બંધ કરી નાસી પણ જતી હતી. આમ ઠગ ટોળકી ખરેખર વિધિમાં ગ્રાહકે મુકેલી રકમ પણ ઉસેડી જતી અને છેતરપિંડી કરી નાસી જતી હતી. આરોપીઓએ કેફિયત આપ્યા મુજબ આ રૂપિયાની તમામ ભાગ બટાઈ કરી લેતા હતા.

આરોપીની ચોંકાવનારી કબુલાત

આરોપી ઠગ માતાજી સહિતનાઓની ક્રાઈમ બ્રાન્ચે આગવી રીતે પુછપરછ કરતા મોટા ખુલાસા થયા હતા. જેમાં આરોપીઓએ રાજકોટમાં જોરૂભા સાથે કરેલી ઠગાઈ પહેલા પણ આવા ગુના આચરેલા છે.

જેમાં પાટણના દિયોદરમાં 5 લાખની છેતરપિંડી જેમાં લતાબેન ઉર્ફે માતાજી, કરણ, નરેશ અને ઈમ્તિયાઝ નામના આરોપી સામેલ હતા.

ગાંધીનગરના પીપલોદ ગામમાં પટેલ પરિવારના ઘરે જઈ એકના ડબલની લાલચ આપી રૂપિાય 2 લાખની છેતરપિંડી આચરી હતી જેમાં લતાબેન ઉર્ફે માતાજી, ઈમ્તિયાઝ, કરણ, નરેશ અને જયંતી સામેલ હતા.

ગત દિવાળી પહેલા ધનતેરસના દિવસે જ પીપળજ ગામના દરબાર પરિવારને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 80 હજારની રકમનો ચૂનો લગાવ્યો હતો. જેમાં આરોપી લતાબેન ઉર્ફે માતાજી સાથે ઈમ્તિયાઝ, ઠાકોર દાદી, મુકેશભાઈ, ભાવેશભાઈ અને યુનુસભાઈ સંડોવાયેલા હતા.

એક વખત આજીજી કરી માંડ છુટી હતી ટોળકી

ગત દિવાળીના દિવસે જ મહેસાણાના પીલવાઈ ગામ ખાતેના એક તબેલામાં જઈ વિધિ કરવાના નામે રૂપિયા 5 લાખની છેતરપિંડી કરવા ગયા હતા. જ્યાં લોકએ ઠાકોર દાદીને પકડી રાખી હોય આજીજી કરી માંડ છૂટકારો મેળવ્યો હતો અને ત્યાં ઠગ ટોળકીને કંઈ મળી શક્યું નહીં. જેમાં લાતેબેન ઉર્પે માતાજી, ઈમ્તિયાઝ, ઠાકોર દાદી, મુકેશભાઈ, ભાવેશભાઈ અને યુનુસભાઈ સંડોવાયેલા હતા.

બે મહિના અગાઉ મહેસાણાના ગણેશપુરા ગામમાં લતાબેન ઓલા કેબની કાર ભાડે બુક કરી ડ્રાયવર આકાશ શર્મા સાથે કમલેશભાઈની વાડીમાં જઈ રૂપિયા ડબલ કરવાનું કહી રૂપિયા 2 લાખ 12 હજારની છેતરપિંડી કરી ચૂક્યા છે. આ કારસ્તાનમાં ટોળકીના લતાબેન ઉર્ફે માતાજી અને ઈમ્તિયાઝ સામેલ હતા.

બે મહિના અગાઉ અંકલેશ્વરમાં બારોબાર ગામડાના પટેલના ખેતરમાં જઈ લતાબેને વિધિના બહાને રૂપિયા 5 લાખની છેતરપિંડી આચરી હતી. જેમાં આરોપી લતાબેન ઉર્પે માતાજી, ઈમ્તિયાઝ, સલીમ, મહાકાલ અને સલીમભાઈ સહિતના બે વેચટીયા સામેલ હતા.

પુરોહિતે મુહર્ત જોતા 11 લાખની છેતરપિંડી અટકી ગઈ

ડિસેમ્બર 2019માં થરાદની આગળ આવેલા ગામમાં પણ આ જ પ્રકારે રૂપિયા 11 લાખ પાટ પર મુકી વિધિના નામે લતાબેન અને અબ્બાસ ગયા હતા. પરંતુ સામે વાળા પક્ષના પુરોહિતે મુહર્ત જતુ રહ્યું હોવાનું કહેતા કામ થઈ શક્યું નહીં અને ખાલી હાથ પાછા આવ્યા હતા. આ છેતરપિંડીના પ્લાનમાં લતાબેન ઉર્ફે માતાજી સાથે અબ્બાસબાપ, ઈમ્તિયાઝ, કરણ અને નરેશ સંડોવાયેલા હતા.

તમારૂ કામ હાલ નહીં થાય

સુરતના વરાછામાં ગત ફેબ્રુઆરી 2022ના રોજ રૂપિયા 11 લાખ વિધિના નામે પાટ પર મુકાવી ડબલ કરવાની લાલચ આપી હતી. પરંતુ ત્યાં માણસો વધારે હોવાના કારણે ટોળકીને પકડાવાનો ડર જણાતા ત્યાંથી તમારૂ કામ હાલ નહીં થઈ શકે તેમ કહી નાસી ગયા હતા. આ પ્લાન ઘડવામાં લતાબેન ઉર્ફે માતાજી, ઈમ્તિયાઝ, નરેશ, સલીમભાઈ અને સલીમભાઈનો વચેટીયો સામેલ હતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આ ઠગ ટોળકીને પકડી કારસ્તાનનો પર્દાફાશ કરવાની કાર્યવાહીમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી. જાડેજા તેમજ જે.વી.ધોળા અને પીએસઆઈ એમ.જે. હુણ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

Must Read