Homeગુજરાતઅમદાવાદઅમદાવાદમાં વધુ એક સ્થળે MD ડ્રગ્સ ઝડપાયું, આરોપી પાસેથી આ પ્રેસ કાર્ડ...

અમદાવાદમાં વધુ એક સ્થળે MD ડ્રગ્સ ઝડપાયું, આરોપી પાસેથી આ પ્રેસ કાર્ડ પણ મળ્યું

-

Crime News in Gujarati : ગુજરાતમાં નશાકારક ડ્રગ્સ અંગેના અપરાધ વધતા જણાય છે. પ્રતિબંધિત ડ્રગ્સ પર પ્રતિબંધિત દારૂની માફક ગુજરાત Gujarat ની સરહદમાં ઘુસાડવામાં આવે છે. ડ્રગ્સ મામલે તાજેતરમાં જ કેટલાક મોટા કેસ થતા ચકચાર મચી ગઈ હતી. પરંતુ હવે રાજ્યના પાટનગરની નજીકના મોટા શહેર અમદાવાદમાં ડ્રગ્સ ઝડપાયો છે. ગઈકાલે અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક આરોપીને MD ડ્રગ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે અમદાવાદ Ahmedabad SOG ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એ.ડી.પરમારની સ્કોડના PSI જે.બી.દેસાઇ અને તેમની ટિમ જ્યારે પેટ્રોલિંગમા હતા. દરમિયાન એક વ્યક્તિ મેફેડ્રોન નામના ડ્રગ્સ સાથે હોવાની બાતમી મળી હતી. આ વ્યક્તિ શહેરના સી.ટી.એમ. વિસ્તારમાં હોવાની માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે આરોપી મોહંમદ ફારૂકને 60.700 ગ્રામ MD ડ્રગ સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની જેની અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ થઈ હતી.

Crime News Gujarati- અમદાવાદમાં વધુ એક સ્થળે MD ડ્રગ્સ ઝડપાયું

આ મામલે પત્રકાર પરિષદ યોજી અમદાવાદ SOG ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, પીઆઇ એ.ડી.પરમારની ટીમ દ્વારા મોહમંદ ફારૂક નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસેથી 60.700 ગ્રામ MD ડ્રગ્સ પકડવામાં આવ્યુ છે, આ ડ્રગ્સની હાલની બજાર કિંમત 6,07,000 રૂપિયા છે. આરોપી પાસેથી એક સ્વિફ્ટ કાર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, એમ કુલ 11,29,600 રૂપિયાનો મુદ્દામલ જપ્ત કરવામાં આવ્યો છે. ધરપકડ વખતે જ્યારે આરોપીની તપાસ કરવામાં આવી ત્યારે તેની પાસેથી સત્ય ગુજરાત સાપ્તાહિકનું પ્રેસનું કાર્ડ પણ મળી આવ્યું છે આ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.”

પત્રકાર દ્વારા ડીસીપી જયરાજસિંહને આરોપી ડ્રગ્સ ક્યાંથી લાવ્યો તેવો સવાલ પુછતા તેમણે હજુ તપાસ કરવાની બાકી છે અને માહિતી મળશે તે મીડિયાને જણાવશે તેમ જણાવ્યું હતું.

Read Viral Video News Gujarati:

વિડીયો/નાચતા-નાચતા ફાયરિંગની ગોળી માસુમ બાળકની આંખમાં વાગી

કૃષ્ણ પ્રેમી આહિર સંજય અને કરશન ભાદરકાનો વિરોધ, પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે વિવાદમાં

વીડિયો: હિટ એન્ડ રન/પુરપાટ ઝડપે આવતી BMW કાર ડિવાડર કુદી સ્કૂટી ચાલક પર ફરી વળી

Must Read